આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમને પણ પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો છે. કરજણ ડેમનો રાત્રીનો લાઇટિંગનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
નર્મદાના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રુલ લેવલ 108.69 મીટરની સપાટીથી લેવલ વધીને કરજણ ડેમની સપાટી 109.38 મીટર વધી જતા ડેમના બે ગેટ ખોલી 5651 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમના 4 અને 6 નંબરના 0.60 મીટરના બે ગેટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ 70.69% ભરાયો છે. સ્મોલ હાઇડ્રોપાવરમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જેને કારણે હાલ દૈનિક 70 હજાર યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કરજણ ડેમમાંથી 10,431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે 5651 ક્યુસેક જાવક નોંધાઈ છે. ડેમનો ગ્રોસ સ્ટોરેજ 380.86 મિલિયન ઘન મીટર તથા લાઈવ સ્ટોરેજ 356.85 મિલિયન ઘન મીટર નોંધાયું છે.
દીપક જગતાપ, રાજપીપળા