Proud of Gujarat
FeaturedGujaratINDIA

૧૫ મી ઓગષ્ટે સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાશે ધ્વજવંદન.

Share

ભારતના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે આગામી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨૩ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ દ્વારા સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં ધ્વજવંદન યોજાશે. આ અંગે ઉજવણીના સુચારૂ આયોજન અંગે SOUADTGA ના અધિક કલેકટર હિમાંશુ પરીખના અધ્યક્ષપદે બેઠક યોજાઇ હતી. બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ ઉજવણી સંદર્ભે સંબંધકર્તાઓને સોંપાયેલી જે તે જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં સરદાર પટેલની અતિ વિરાટ પ્રતિમાની શાખે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર વંદનાની સાથે સરદાર સાહેબની પણ વંદના થશે. ધ્વજવંદન કાર્યક્રમમાં સત્તામંડળનાં ચેરમેન અને વહીવટી સંચાલક,SSNNL જે.પી. ગુપ્તા રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપશે.દેશભક્તિથી ભરપુર વાતાવરણમાં કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળનાં સશસ્ત્ર દળનાં જવાનોની પરેડ મુખ્ય આકર્ષણ હશે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.

ProudOfGujarat

રામપુરા માંગરોલ ખાતે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે અફરાતફરી અને અવ્યવસ્થા, જીવના જોખમે નદી પાર કરતા ભક્તો

ProudOfGujarat

ભરૂચ : સાયબર ક્રાઇમનાં નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનનારને રૂ. 1,00,000 પરત મેળવી આપતી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!