તિલકવાડાના મોરીયા ગામે મિલકતના ઝગડામાં જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુનામાં આરોપીઆરોપી ગીરીશભાઈ ઉર્ફે બુધીયો અંબાલાલ બારીયા (રહે.મોરીયા બારીયા ફળીયું, તા.તિલકવાડા, જી.નર્મદા)ને ૭ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦૦/- નો દંડ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે.
બનાવની વિગત અનુસાર ફરીયાદી સુરેશભાઈ કાંતીભાઈ બારીયાના સસરા થતા હોય આ સુરેશભાઈના પિતાજીની મોરીયા ગામે વડીલોપાર્જીત સહીયારી મકાનની મિલ્કત આવેલ હોય. જે મિલ્કતમાં સુરેશભાઈ તેઓના પિતાના ભાગની માંગણી આરોપી ગીરીશ ઉર્ફે બુધીયો અંબાલાલ બારીયા પાસે તથા તેની માતા ધર્મિષ્ઠાબેન પાસે કરતાં હોઈ જેથી સુરેશભાઈને મકાનમાં ભાગ લેવા માટે ફરીયાદી ખોટી ચઢામણી કરે છે. તેવો વહેમ રાખી આરોપી ગીરીશભાઈ ઉર્ફે બુધીયો અંબાલાલ બારીયા રહે.મોરીયા બારીયા ફળીયું, તા.તિલકવાડા, જી.નર્મદા) તા.૦૭/૨/૨૦૧૮ ના રોજ જીયોર ગામની સીમમાં જીયોરપાટીથી સોંઢલીયા તરફ જતાં રોડ ઉપર ફરીયાદી ભાવસંગભાઈ ઉર્ફે ભલાભાઈ મનસુખભાઈ બારીયા તેઓની મોટર સાયકલ લઈને પોતાના ઘરે ટંકારી ગામે જતા હતાં તે વખતે આરોપીએ પોતાની બાઈક ઉપર ફરીયાદી પાછળ આવી ફરીયાદીને માથાના પાછળના ભાગે લોખંડની પાઈપનો ફટકો મારી રોડ ઉપર પાડી દઈ પાઈપનો બીજો ફટકો મારવા જતાં ફરીયાદી પકડી લેતાં જમીન ઉપર પડેલ પથ્થર હાથમાં લઈ ફરીયાદીના માથામાં બે વાર મારી જીવલેણ ઈજાઓ કરી તેમજ ફરીયાદીનું ગળુ દબાવી ફરીયાદીને જાનથી મારીનાંખવાની કોશિષ કરી ફરીયાદીને ગમેતેમ ગાળો બોલી ગુનો કર્યો હતો.
આ કેસમાં સ૨કા૨ તર્ફે ૨૨ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ આમ પુરાવાના આધારે તમામ કડીઓ ફરીયાદી પક્ષ તરફથી સરકારી વકીલ જે.જે.ગોહીલે સાબીત કરેલ. જે તમામ દલીલો તેમજ હોઈકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ઘ્યાને લઈ આરોપીને મહતમ સજા કરવાની દલીલો કરેલ. અદાલતની કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારધાર દલીલો ગાહયરાખી સેસન્સ જજ એ.આર.પટેલે આરોપીને કલમ ૩૦૭ માં ૭ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦૦/- નો દંડ તથા કલમ ૫૦૪ માં ૧ વર્ષની સજા તથા રૂ.૨૦૦૦/– નો દંડનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
દીપક જગતાપ, રાજપીપલા