તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જમીનના પ્રદૂષણને રોકવા ખેડૂતોની તાલીમ વર્ગ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના માર્ગદર્શન અનુસાર પ્રોજેક્ટર દ્વારા આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક ખેતી કરવા માટેની વિડિયો ફિલ્મ બનાવવામાં આવી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કાર્યકર્તા ગોપાલભાઈ મિસ્ત્રીએ તેમના અનુભવો અને ખેતીથી થતા લાભો વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં સૌ ખેડૂત આગેવાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રતિજ્ઞા લીધી. ગુજરાતે ઇકોલોજી કમિશન તરફથી આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવા આવેલી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તાલીમમાં ભાગ લીધો.
દીપક જગતાપ, રાજપીપલા