Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડાની બેસણા ગામની પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા યોજાઈ.

Share

નર્મદા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ૦૧.૧૦.૨૦૨૨ લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ સઘન બને અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓ સહિત ગામે-ગામ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શાળાના બાળકોને પણ મતદાનનું મહત્વ ઉદાહરણ આપી રમુજી અંદાજમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન થકી જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેડીયાપાડા મામલતદાર એસ.વી.વિરોલા અને નાયબ મામલતદાર કિરણ ગામીત (મતદાર યાદી), BLO તરીકે ફરજ બજાવતા ભીખુભાઈ કુંકણાના માર્ગદર્શન હેઠળ બેસણાં ખાતેની પ્રાથમિક શાળામાં ધો- ૩ થી ૭ નાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ બાળકોને મનોરંજન સાથે મતદાનના મહત્વથી પરિચિત કરાવી તેમના વાલીઓ સુધી મતદાન જાગૃતિ સંદર્ભેની વાત પહોંચાડી તેમને જાગૃત કરવાનો હતો.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદ : ઓનલાઇન મિત્રતા કેળવી યુવતીએ બિલ્ડર પાસે વેપારના નામે 62 લાખ પડાવ્યા, 5 પૈકી એકની ધરપકડ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ProudOfGujarat

ગોધરા : આજના દિવસને શા માટે ઉજવવામાં આવે છે ડોકટર ડે જાણો વિગતે.

ProudOfGujarat

નેશનલ પ્રેસ એસોસિએશનની ભરૂચ ખાતે બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!