Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

Share

નર્મદા જિલ્લાને સૌ પ્રથમવાર મહિલા કલેકટર મળ્યા છે. કલેકટર ડી એ શાહની બદલી થતાં તેમની જગ્યાએ નવા કલેકટર તરીકે શ્વેતા તેવતિયાની નિમણૂક કરાઈ છે. શ્વેતા તેવતિયાએ નર્મદા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે.

તાજેતરમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવતિયા (IAS)ને કલેકટરનું પ્રમોશન મળતાં નર્મદા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સાંભળી લીધો છે. નર્મદાના તત્કાલિન કલેકટર ડી.એ.શાહ (IAS) ની રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરીકે બદલી થતાં શાહે નર્મદા જિલ્લા કલેકટરની ફરજમાંથી મુક્ત થયેલ છે.

Advertisement

સને-૨૦૧૧ ની સાલમાં ભારતીય વહિવટી સનદી સેવાઓ માટે પસંદગી પામેલા નવનિયુક્ત નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા આન્ધ્રપ્રદેશ કેડરમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓશ્રી ૨૦૧૮ માં ગુજરાત કેડરમાં તબદીલી સાથે સૌ પ્રથમ રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક કમિશ્નરશ્રી તરીકે ત્યારબાદ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી અને છેલ્લે અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ કાર્યરત હતાં.

ઉત્તર પ્રદેશના મેરઠના વતની અને મુંબઇ યુનિવર્સીટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ ની ઉપાધિ (ડિગ્રી) હાંસલ કરનાર શ્વેતા તેવતિયાના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને તેમના પતિ ઉદિત અગ્રવાલ (IAS) હાલમાં મહેસાણા જિલ્લા કલેકટર તરીકે ફરજો બજાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્વેતા તેવતિયાએ PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન તાઉતે વાવાઝોડાની કપરી અને પડકારરૂપ પરિસ્થિતિમાં લોકોને વિજ પુરવઠો ઝડપથી મળી રહે અને લોકોનું જનજીવન રાબેતા મુજબ પુન: ધબકતું થાય તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરાઇ હતી તેની સાથોસાથ PGVCL કંપનીના પ્રોફિટમાં વૃધ્ધિ થાય તે દિશામાં પણ તેવતિયા તરફથી કરાયેલા અથાગ પ્રયાસોને લીધે તેમાં સફળતા મેળવી હતી. તદઉપરાંત અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન ૧૫ થી ૧૭ વર્ષની વયના તરુણોને કોરોના વિરોધિ કોવિડ વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરીને વિશેષ સિધ્ધિ હાંસલ કરી હતી. આમ PGVCL માં અને અરવલ્લી જિલ્લાના સેવાકાળ દરમિયાન કરાયેલી ઉક્ત વિશિષ્ટ સિધ્ધિઓની રાજ્યકક્ષાએ પણ જરૂરી નોંધ લેવાઇ હતી.

જિલ્લાના છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખવાની સાથોસાથ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવી લક્ષીત લાભાર્થી જૂથને સરળતાથી મહત્તમ લાભો મળી રહે તે અંગેની જરૂરી કાર્ય વ્યવસ્થા અને તેના સુચારુ અમલ માટે તેવતિયાએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ શહેરા લાભી ગામે તળાવો ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!