ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી ડેમોની આવક અને સતત વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ક્રમશ:વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી વધીને 132.35 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની
મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ લેવલ મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 6.03 મીટર બાકી છે. મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતા હજી 15 દિવસ લાગી શકે છે. જો ડેમ ભરાય તો 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે. આ શુભ દિવસેપીએમ નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધામણાં કરાય તેવી શક્યતા છે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હાલ નર્મદા ડેમની સપાટી 132.35 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે અને હાલ સપાટીદર કલાકમાં 5 સેમીનો વધારો નોંધાઇ રહ્યો છે. આજે પણ પાણીની આવક 45 હજાર ક્યુસેક (12.74 લાખ લિટર પ્રતિ સેકંડ)આવક થઈ રહી છે. ત્યારે રોજના 40 થી 42 સેમી વધી રહી છે. ત્યારે હાલમાં જે 6 મીટર ડેમ ખાલી છે તે 15 દિવસમાં ભરાઈ શકે છે
સરદાર સરોવર ડેમની ટોટલ કેપેસિટીથી 79.17%* ડેમ ભરાયો છે. ટોટલ દરવાજા પર પાણીની સપાટી 10.4 મીટર છે. હજી 6.33 મીટર ડેમ
ભરવાનો બાકી છે. હાલ કેનાલમાં 50 મેગાવોટનું એક ટર્બાઇન ચાલુ છે. રિવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ છે. અત્યારે એક પણ ગેટ ખુલ્લા નથી નર્મદા ડેમનું ફૂલ ડેમ લેવલ 138.68 મીટર (455 ફૂટ) છે. ટોટલ લેવલ કોંક્રિટ સુધી 121.92 મીટર (400 ફૂટ)છે. દરવાજાની ઊંચાઈ 16.76 મીટર(55 ફૂટ)અને દરવાજાની પહોળાઈ 18.30 મીટર(60 ફૂટ)છે. ડેમને કુલ 30 દરવાજા લગાડેલા છે.
દીપક જગતાપ, રાજપીપલા