Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : ડેડીયાપાડામાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓથી ડરી પંચાયતના કર્મચારીની આત્મહત્યાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા.

Share

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે પંચાયતના કર્મચારીને બીટીપી પાર્ટી દ્વારા ગામમાં લગાવેલ ઝંડાઓ ઉતારી લેવા દબાણ કરનાર પંચાયત સરપંચના પતિ દીવાલ શેઠ સહિત તેના પુત્ર નર્મદા જીલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા સામે મૃતકની પત્નીએ આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે પોલીસે સામાં પક્ષે સરપંચની ફરિયાદ નોંધી ભારતિય ટ્રાઈબલ પાર્ટીના આગેવાન ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો, આ મામલે આદિવાસી વિસ્તારોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો, મૃતકની પત્ની ગીરજાબેન વસાવા પોતાના પતિના મોત માટે હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠને જવાબદાર ગણાવી રહ્યા હતા, પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરતી ન હોય આદિવાસીઓએ પોલીસ મથકમા અડિંગો જમાવ્યો હતો, જેથી પોલીસને ગતરોજ મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી. જેમાં (૧) દિવાલ શેઠ ઉર્ફે દેવજીભાઇ છેદડભાઇ વસાવા તથા(૨) હિતેશભાઇ ઉર્ફે ભોલો દેવજીભાઇ ઉર્ફે દિવાલભાઇ વસાવા (બંન્ને રહે-દેડીયાપાડા, વૈકુંઠ ફળીયા તા.દેડીયાપાડા) સામે ફરિયાદ નોંઘી આઇ. પી સી.ની ધારા ૩૦૬,૫૦૬(૨) અને ૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો છે. જે ફરિયાદ પોતાના માથે લેવા દબાણ કરી નહીં માથે લે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી.જે ધમકીઓના ડરના કારણે મરનાર શંકરભાઇ સોનજીભાઇ વસાવાને મરવા માટે મજબુર કરતા શંકરભાઇ વસાવાએ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ સારવાર દરમ્યાન સુરત સીવીલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.

જેનાં પગલે ભોગ બનનાર યુવાનના પરિવારજનોની વાત સાંભળ્યા વગર પોલીસે જેમની સામે આરોપો લગાવ્યા હતા તેના જ પરિવારજનની ફરીયાદના આધારે રાજકીય રંગ આપવા ચૈતર વસાવા સામે ગુનોદાખલ કરતા મામલો વણસ્યો હતો. જેને કારણે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર
કરી પોલીસ મથક સામે જ સત્યાગ્રહ ચાલુ કરવા રાજકીય દબાણમાં આવેલા પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજપડી હતી. પોલીસની કાર્યવાહી સામે ફાટી નીકળેલા રોષને લઇ સોમવારે ડેડીયાપાડા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જે સંદર્ભે બજારો પણ બંધ રહ્યા હતા.

સમગ્ર બનાવની વિગત જોતા દેડિયાપાડા ખાતે દેડિયાપાડા બંગલા ફળિયાના રહીશ શંકરભાઈ સોનજીભાઈ વસાવાના ઘરમાં બીટીટીએસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ શંકરભાઇ સોનજીભાઇ વસાવા તથા મહેન્દ્ર ઉર્ફે મોહનભાઇ સિંગ વસાવા( રહે. નવાગામ) સાથે બીટીપીની અને બીટીટીએસની ઝંડીઓ ઉતારવા બાબતે મારી નાખવા સુધીની ધમકીઓ આપીહતી. જે ધમકીઓના ડરના કારણે કારણે યુવાન શંકરભાઈ સોનજીભાઇ વસાવાએ પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તા.૩૦ જુલાઈના રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ઘટનાથી બીટીપીની અને બીટીટીએસના કાર્યકરો અને આગેવાનો સમસમી ઉઠ્યા હતા.આ બાબતે દેડિયાપાડા ગૃપ ગ્રામ પંચાયત સરપંચ વર્ષાબેન છેદળભાઇ વસાવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

જોકે આ ઘટનાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા દેડિયાપાડા ખાતે શંકરભાઇ વસાવાનું તા. ૩૦ જુલાઈના રોજ સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે ઝેરી
દવા પી લેતા મોત નિપજ્યું હતું.શંકરભાઈ ની પત્ની ગિરીજાબેને પતિના મૃત્યુ બાબતે દેડિયાપાડાના નામાંકિત વ્યક્તિઓ સામે આક્ષેપ કરતી અરજી કરી
હતી. જેનાં અનુંસંધાને મરનાર શંકરભાઈની પત્ની અને સમાજના આગેવાનો અને મહિલાઓમોટી સંખ્યા દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર નહી કરતાં ઉમટી પડ્યા હતા. અને ધરણા પર બેસી ગયા હતા. આદિવાસીઓ મરણ પ્રસંગે જે તુર વગાડે છે. તે તુર અને શરણાઇ, થાળી
વગાડતાં હતાં આદિવાસીઓ ઉમટી પડી ધરણાં પ્રદર્શન દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે કરતા જોવા મળતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. મામલો વધુ બીચકતા ડેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી હતીઆ ઘટનાના વિરોધમાં ડેડીયાપાડા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું.

જોકે આજે ભાજપાના સિનિયર આગેવાન અને વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ સમગ્ર પ્રકરણને રાજકારણ પ્રેરિતહોવાનો આરોપ લગાવી નર્મદા પોલીસ સામે પણ માછલાં ધોવાયા છે. તેમણે સમગ્ર પ્રકરણ માટે પોલીસને જવાબદાર ઠેરવી
પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ દુ:ખદ ઘટના ઘટી હોવાનો આક્ષેપ કર્યો હોઈ પોલીસ તટસ્થ કાર્ય કરે તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવી
ધારાસભ્ય અને તેમના BTP ના આગેવાનોની સામે કાયદાકીય કાર્યવાહી કરવા મારી માંગણી કરતા નર્મદાના રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરમાં દીવા રોડ પર આવેલ સોસાયટી સંસ્કારધામ-2 માં પાંચ જેટલા તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહિલા દિન ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!