Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસ ખાતે F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ.

Share

નર્મદા જિલ્લામાં કલેકટર કચેરી-જિલ્લા સેવા સદનના કંપાઉન્ડમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માલિકીના EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસની કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અને કેરાલાના સંયુક્ત નિર્વાચન અધિકારી અનિશ ટી. એ મુલાકાત લઇ ગુજરાત વિધાનસભાની આગમી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લા કલેકટર ડી.એ.શાહ તેમજ બેંગલોરની બેલ કંપનીના ઇજનેર મદનસિંઘ યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શજિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં EVM-VVPAT F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની આગામી સમાન્ય-ચૂંટણીઓ-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર EVM-VVPAT મશીનની ચકાસણીની આ કામગીરી તા.૧૦ મી ઓગષ્ટ સુધી ચાલશે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

નડિયાદ : રોડની ધાર પર બેઠેલા બે યુવકોને કારના ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે સંદલ અને ૧૩ માં ઉર્સની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!