કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા વિના મુલ્યે કોરોનાની વેક્સિન અને બુસ્ટ આપવામાં આવી રહી છે. સરકારની આ સારી અને સુંદર કામગીરીને કેટલાક હેલ્થ સેન્ટરના કર્મચારીઓ બટ્ટો લગાડી રહ્યા છે. હેલ્થ સેન્ટરના કેટલાક કર્મચારીઓ વેક્સીન લેવા માટે નાગરિકને ફોન કરવામાં આવે છે. એમાંની કેટલીક વ્યક્તિ વેક્સીન લઈ જાય છે અને કેટલીક વ્યક્તિઓ અન્ય કારણોસર વેકસીન લઈ શકતા નથી. ત્યારે આવા નામની વ્યક્તિઓના નામે વેક્સીન આપ્યા વગરન વેક્સિ લીધાનો મેસેજ આવી જતો હોય છે અને તે વ્યક્તિનું સર્ટિફિકેટ પણ બની જતું હોય છે. વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટની જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે ત્યારે આવી બોગસ કામગીરીનો પર્દાફાશ થતો હોય છે.
આજરોજ સોમવારના રાજપીપળા ભાટવાડાના નિવાસી અને ધરતીકવોરીના માલિક એવા પરેશભાઈ ટાંકના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો. જેમાં એમને બુસ્ટરડોઝ લઈ લીધો છે એવો મેસેજ આવેલો. એટલું જ નહીં વેક્સિન લીધેલ ન હોવા છતાં એમના નામનું સર્ટિફિકેટ પણ બની ગયું હતું! આ જોઈને ચોકી ઉઠેલા પરેશભાઈ તાત્કાલિક ટેકરા ફળિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચી ગયા હતા અને ફરિયાદ કરી હતી. પરંતુ યોગ્ય કોઈ જવાબ આપવા તૈયાર નહોતું.
પરેશભાઈએ ત્યાંના ફરજ પરના લેડી મેડિકલ ઓફિસર અને કર્મચારીને જણાવ્યુ કે મેં વેક્સિન લીધી નથી તો મારું સર્ટિફિકેટ કેવી રીતે બની ગયું? આ કામગીરી કોણે કરી? એનું મને નામ આપો. ત્યારે કર્મચારીઓ અને મેડિકલ જવાબ આપવાને બદલે ઓફિસ છોડીને ઉપરના માળે એક રૂમમાં ચાલ્યા ગયા હતા. ઓફિસર કર્મચારી નાસ્તા ફરતા જણાતા હતા અને કોઈ જવાબ આપવા તૈયાર નહોતું અને આ મેડિકલ ઓફિસર અને અન્ય કર્મચારીઓ પોતાની કેબિન છોડીને ઉપરના મારે અન્ય રૂમમાં જતા રહેતા મીડિયાની ટીમ ત્યાં પહોંચી ત્યારે પણ જવાબદાર કર્મચારીઓ સાચો જવાબ આપવા તૈયાર નહોતા.
જોકે આ ઘટનાની જાણ બ્લોક હેલ્થ ઓફિસર ડો. સુમનને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે પરેશભાઈએ અને તેમના પરિવારે સાચી ફરિયાદ કરતા તેમણે ફરિયાદની ગંભીર નોંધ લીધી હતી અને આ ભૂલને સ્વીકારી હતી અને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવાની ખાતરી પણ આપી હતી અને એમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે આવી ભૂલ ના થવી જોઈએ. અને આ ખોટું થયું છે. જવાબદાર સામે જરૂર પગલાં લેવાશે. આમ કહી તેમને વેક્સીન લેવાની વિનંતી કરતાં પરેશભાઈએ છેવટે વેક્સિન લીધી હતી. પરંતુ પરેશભાઈએ જણાવ્યું હતું કે હું આ અંગે પીએમઓ ઓફિસ સુધી કાયદેસરની લેખિત ફરિયાદ કરીશ અને જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી હતી.
હવે એ જોવું રહ્યું કે આરોગ્ય અધિકારી આવા બે જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લે છે કે નહીં? અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ તરીકે કર્મચારીઓને વેક્સિન લેવાના આંકડા સહિતનો ટાર્ગેટ આપી દેવામાં આવે છે. જ્યારે ટાર્ગેટ પૂરો થતો નથી ત્યારે આવા ટાર્ગેટને પૂરો કરવા બોગસ આંકડા બતાવી વેક્સીન લીધા વગર સર્ટિફિકેટ પણ બની જતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. છતાં આજ દિન સુધી આવા બે જવાબદાર કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાયો નથી. ત્યારે આરોગ્યતંત્ર ગંભીરતાથી મેડિકલ ઓફિસર અને જવાબદાર કર્મચારી સામે કાયદેસરના પગલાં લે એવી આમ જનતાની પણ માંગ છે.
દીપક જગતાપ,રાજપીપળા