હાલ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે એક તરફ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં હર હર તિરંગા લગાવી ધ્વજ ફરકાવવાનો આ વાહન કરવામાં આવ્યું છે તો બીજી તરફ નર્મદા જિલ્લાના નામ તાલુકાના નાનકડા બોરીદ્રા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા 75 જ્યોત ચલાવી ભારતમાતાની વંદના તિરંગા યાત્રા કડી ગામમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું છે. બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય અનિલ મકવાણાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગો લઈને વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા સાથે ગામમાં દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. 75 જેટલા દીવા મારફતે ભારત માતાની આરતી પણ ઉતારવામાં આવી હતી. અને ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દીપક જગતાપ,રાજપીપલા
Advertisement