Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

Share

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, નર્મદામા નર્મદાતટે અનેક શિવમંદિરો આવેલા હોવાથી પવિત્ર શ્રાવણ માસમા નર્મદાના શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે.જેમાં રાજપીપલા નજીક આવેલ જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસ દરમ્યાન છેલ્લા 50 વર્ષથી દરરોજના ૪૫૦૦ ચિંતામણી પાર્થેશ્વર શીવલીગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમા વિસર્જન કરવામાં આવે છે. આવો આપણે જાણીએ શ્રાવણ માસમાં પાર્થેશ્વર શીવલીગ પૂજનનુ શું ધાર્મિક મહત્વ છે તેનું મહત્વ સમજાવતા મંદિરના ટ્રસ્ટી વિરલભાઇ દવે જણાવે છે કે શ્રાવણ માસમા જુદા જુદા વાર પ્રમાણે રવિવારે સૂર્યયંત્ર, સોમવારે-નાગફાસ યંત્ર, મંગળવારે મંગળ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે-પ૫ યંત્ર, શુક્રવારે તારામંત્ર અને શનિવારે ધનુષ યંત્ર બનાવવામાં આવે છે, દરરોજ તળાવની શુદ્ધ માટીને ગુંદીને તેમાથી નાના નાના 4500 ચિંતામણી પાર્થેશ્વર
શિવલીંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમા નાંદેરા બ્રાહ્મણના ઇષ્ટદેવ હોવાથી ખાસ ઉજ્જૈનથી નાંદેરા બ્રાહ્મણોને જીતનગર બોલાવાય છે.જે
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ ૪૫૦૦ શિવલીંગ બનાવે છે અને પુરા શ્રાવણ મહીનામા સવા લાખ શિવલિંગ બનાવી તેના પર ચોખા ચોંટાડીતેનું વિધિવત પૂજન કરાય છે.

શાસ્ત્રોમા ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગના પૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. આ યંત્ર પૂજનથી મનોવાંછીત ફળ મળે છે. પાર્વતિ માતા જ્યારે જંગલમાં હતા ત્યારે એ મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલીંગનુ પૂજન એમણે કર્યુ હતુ. એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટીમાથી પાર્થેશ્વર શિવલીંગ બનાવીની મહાદેવનું પૂજન કર્યું હતું, આ પૂજનથી ઝડપી ફળ મળે છે, હાલ કળિયુગમાં ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ, માનતા પુરી કરવા આ પ્રકારના શિવલીગ બનાવી શ્રવાણ માસમા દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે. બ્રહ્મણો તેનું બીલીપત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રો ઉચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવે છે.

દીપક જગતાપ રાજપીપળા

Advertisement

Share

Related posts

રાજપારડીના નાના છોકરાએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

કરજણ ભીલીસ્થાન લાયન સેના દ્વારા દુષ્કર્મીઓને સજા અપાવવા રેલી યોજી પ્રાંત અધિકારીને અાવેદનપત્ર અપાયું…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર બાળકને અમદાવાદ ખાતેથી શોધી કાઢી માતા-પિતા સાથે સુખદ મિલન કરાવતી ભરૂચ એલ.સી.બી તથા અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!