Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.

Share

જિલ્લામાં રાત્રિ સભાના આયોજનના ભાગરૂપે ગતરોજ નાંદોદ તાલુકાના ભદામ ગામે જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા ભદામ પ્રાથમિક શાળાના પટાગંણમાં રાત્રિ સભા યોજાઇ હતી. આ તબક્કે હાલમાં ચાલી રહેલા મતદાર જાગૃત્તિ અભિયાનની સઘન ઝુંબેશ અન્વયે સભામાં ઉપસ્થિત ચૂંટણી શાખાના અધિકારીઓએ ગામલોકોની સમક્ષ નવા મતદારો, ચૂંટણી કાર્ડ, મતદારના નામની સુધારણા અને નવા નામના ઉમેરા માટેની સમજ પૂરી પાડી મતદારી યાદીનું મહત્વ સમજાવ્યું હતું.

ભદામ ગામે જિલ્લા પુરવઠા અધિકારી અને મધ્યાહન ભોજન યોજનાના ઈન્ચાર્જ નાયબ કલેકટરશ્રી એન.યુ.પઠાણ, નાંદોદના પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, મામલતદાર પી.એલ.ડિંડોડ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને માંગણી મુજબના કામોનું સત્વરે ઉકેલ લાવી જનભાગીદારીથી લોકસુખાકારીના કાર્યો કરવા માટેની ગ્રામજનો સમક્ષ પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓએ લોક ઉપયોગી યોજનાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ખેત જણસોના પરિવહન માટે કૃષિ વિભાગ દ્વારા કિસાન રથ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં TSP ૧૦૪ યોજના હેઠળ રૂા.૧.૫૬ કરોડના કામો મંજૂર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકના કારણે સાબરકાંઠાના 4 તાલુકાઓમાં અપાયું એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!