Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ધમધમતી દેશી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા.

Share

ગુજરાતમાં લઠ્ઠાકાંડનું પ્રકરણ હવે ભારે જોર પકડી રહ્યું છે. ત્યારેએક તરફ વિરોધ પક્ષ દારૂબંધી અને ઝેરી લઠ્ઠાકાંડ સામે વિરોધ કરી રહી છે ત્યારે તેનો ખાસ વિરોધ કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને પગલે નર્મદા પોલીસપણ દોડતી થઈ જવા પામી છે. છેલ્લા બે ત્રણ દિવસથી નર્મદા પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડીને સપાટો બોલાવી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં 24 કલાકમાં આઠ જેટલી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પકડી છે અને ત્યાંથી દેશી દારૂ અને ગરમવોશ તથા દારૂ બનાવવાના સામાનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. તો બીજી તરફ નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં 20 જેટલાં ગામોમાંથી દેશી દારૂનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.

જે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી છે તેમાં ડેડીયાપાડા તાલુકાનું ખોખરા ઉંમર, ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર, ખડગદા, આમદલા, તિલકવાડા તાલુકાનું જેતપુર,પીછીપુરા, સાગબારા તાલુકાનું પાનખલ્લા વગેરે ગામોમાં દેશી દારૂની ભટ્ટી પર રેડ પડી દેશી દારૂ અને વોશ તથા તગારા, વાસના ભૂંગળા, નળીઓ, કેન વગેરે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આનો મતલબ એ થયો કે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ઘણા વખતથી બેરોકટોક દેશી દારૂની ભટ્ટીઓ ધમધમતી હતી કોની રહેમ નજરથી? એ ચર્ચાનો વિષય બન્યો છે.

આ ગેરકાયદેસર ભઠ્ઠીઓ સત્વરે કાયમી ધોરણે પોલીસ બંધ કરાવે એવી જનતાની માંગ છે કારણકે આ ભઠ્ઠીઓમાં ગેરકાયદેસર રીતે બનાવતો દેશી દારૂ લઠ્ઠાકાંડનો ભોગના બને અને નિર્દોષ લોકોનો ભોગ ના લેવાય તે ચકાસવાની પણ લોકોએ માંગ કરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચના નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

ProudOfGujarat

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!