નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની મહિલાઓએ રાજપીપલા ખાતે નિવાસી કલેકટરને રાષ્ટ્ર્રપતિ એવોર્ડ વિજેતા સાગબારાની પ્રગતિશીલ મહિલા ખેડૂત ઉષાબેન વસાવાની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિધવા બહેનોને જમીન વારસાઈ કરવા માટે જેઠ, દિયર દ્વારા વિરોધ થાય છે તો ગ્રામપંચાયત થકી યોગ્ય ઉકેલ થાય તે અંગે ઘટતું કરવા જણાવ્યું હતું. એ ઉપરાંત વર્ષો પહેલા જમીન ખાતેદાર તરીકે મોટા ભાઈ જ નામ હોય છે અને તેમાં નાના ભાઈના વારસો જમીન ખેડે છે, પણ જમીન રેકોર્ડમાં નામ દાખલ માટે મુશ્કેલી આવે તે માટે યોગ્ય રસ્તો કરવા અનુરોધ કર્યો હતો.
ઉપરાંત સસરા હયાત હોય તો વિધવા પુત્ર વધુને જમીન રેકોર્ડમાં નામ દાખલ કરવા માટે સહમતથાય તેવા યોગ્ય રસ્તો કાઢવા અનુરોધ કર્યો હતો.
તેના ખાતામાં પેન્શન જમા થતું નથી તો તે બાબતે તપાસ કરીને પેન્શન મળે તેવી રજુઆત કરી હતી. સામાજિક સુરક્ષાની યોજના વિધવા પેન્શન માટે 2 વર્ષથી પાંચ કેસ કરીને આપેલ છ મહિલા, જમીન માલિકી અને મહિલા ખેડૂત માર્ગદર્શન કેન્દ્ર (મામલતદાર ઓફિસમાં સોમવાર અને ગુરુવારે બેસવા માટે ખુરશી ટેબલ વ્યવસ્થા થાય તેવી જોગવાઈ આપના કરવા અનુરોધ કર્યો હતો
મહિલા ખેડૂતો ખેતીની યોજના માટે ખેડૂત પોર્ટલમાં અરજી કરે છે જેમાં ટાર્ગેટ કરતા વધુ અરજીઓ થવાથી ડ્રો સિસ્ટમથી મંજુરી મળે છે જેમાં જરૂરિયાતમંદ મહિલા ખેડૂતો બાકી રહે છે. જો આપી મહિલા ખેડૂતોની અલગથી જોગવાઈ થાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરાઈ હતી. મહિલા ખેડૂતના સતકાર્યને સન્માનિત કરવા માટે સરકારપી દ્વારા કોમન એવોર્ડ હોય પણમહિલા ખેડૂતના નામ સાથે જ નોમિનેશનમાં આવે છે તો મહિલા ખેડૂતને સન્માનિત કરવા અલગથી વિચારણા થાય તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.
ખેડૂત પોર્ટલમાં ખેતીની ઓનલાઈન અરજીઓ બાબતે પોર્ટલ ખુલે છે તો મહિલા ખેડૂતોને વધુ માહિતી મળે તે માટેના પ્રયાસો જે તે વિભાગો દ્વારા થાય અને ગ્રામ પંચાયતોમાં VCE દ્વારા વધુ અરજીઓ થાય તેવા પ્રયાસો કરવા અને કેમ્પના આયોજનથી આ પ્રક્રિયા થાયતથા મહિલા સશક્તિકરણને ધ્યાને
સખીને મહિલા ખેડૂતોમાં સમતા વધારવા માટે ડ્રો સિસ્ટમમાં મહિલા ખેડૂતોને વધુ ભાર તથા મહિલા ખેડૂતો માટે અલગ જોગવાઈ કરવા પણ અનુરોધ કર્યો છે. વધુમાં મહિલા માટે ખેતીમાં સુવિધા વધારવા માટે બેક લોન કરવા માટે જે દસ્તાવેજીકરણ કરવા માટે સરળ પ્રક્રિયા કરવા, ખાતા વિભાજન વખતે બોજો જે તે ખાતેદાર સ્વીકારી લે અને વિભાજન થાય તેવી વ્યવસ્થા થાય તેવા પ્રયાસ કરવા તથા વર્ષો પહેલાના મરણ પંચાયતના રેકોર્ડમાં નોંધાયેલ નથી તો તે દાખલા માટે કોર્ટ અથવાપ્રાંતમાં જવું પડે છે. જો દાખલા માટે પંચાયતમાં કોઈ વ્યવસ્થા થઈ શકે તો વધુ સારું. જળ જમીનની સનદો આપેલ છે તેના ૭-૧૨ નીકળે અને તેમને ખેતીલક્ષી સરકારી યોજનાનો લાભ મળે તેવા પ્રાયાસ થાય ગોળદા ગ્રામ પંચાયતમાં ૨૫ % ખેડૂતોના પેન્ડિંગ કેસ છે જે મંજૂર કરવા જણાવ્યું છે. જાતિના દાખલા હાલ ચાર પેઢીના પુરાવા આપવાની જોગવાઈ સાગબારા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં થાય છે તો ૭/૧૨ અને ૮અ તથા ૭૩ AAની જે એન્ટ્રી છે તેના પરથી તો આદિવાસી છે તેનો પુરાવો મળે છે તો પણ ચાર પેઢીના પુરાવા આપવા તો
આદિવાસીઓમાં અક્ષરજ્ઞાન ન હોવાથી તેમના દાદા- પરદાદાની લિવિંગ સર્ટિફિકેટ કે જન્મનોપુરાવો મેળવો મુશ્કેલ છે તેનો ઉકેલની માંગ કરી છે.
ગ્રામ પંચાયત સ્તરે ૩૦ વર્ષ પહેલા મરણ નોંધ ના થાય તો પંચ કેસથી વારસાઈ પૂર્ણ થાય તે બાબતે ગ્રામ પંચાયતે જવાબદારી લેવી., હયાતી હક દાખલ કરવા માટેના કેમ્પનું આયોજન થાય તો સરકાર દ્વારા ઝુંબેશના રૂપમાં થાય તો પત્નીને ભાગીદાર તરીકેનો હક મળે અને સરકારની ખેતી યોજનાનો લાભ મહિલા ખેડૂતો લઈ શકે. ઉપરાંત પેઢીનામા બનાવવા માટે રેવન્યુ તલાટીઓ આખા તાલુકામાં બે જ સ્ટાફ છે તો ખૂબ જ મુશ્કેલી થાય છે તો તે બાબતે બીજા સ્ટાફઆવે તો લોકોને રાહત થાય. તેમજ જમીન રી-સર્વે માટે જે તે ખેડૂતોની જમીનો ઓછી થઈ ગઈ હોય તેમને અરજી આપીને લાગતા વળગતા વિભાગો દ્વારા પ્રક્રિયામાં સુધારો કરવાની જોગવાઈ કરવા વિનંતી કરી છે એ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ચૂંટાયેલા મહિલા સરપંચો પોતે વહીવટ કરે તેવા પ્રયાસ થાય અને તે બાબતે તેઓને યોગ્ય તાલીમ સરકાર દ્વારા થાય અને તેમાં અમે તૈયાર કરવામાં સહયોગ સંસ્થાકીય રીતે કરવા તૈયારછીએ એમ જણાવ્યું હતું.
હાલમાં બે દિવસ પહેલા સાગબારા તાલુકામાં ૧૭ વર્ષની ધોરણ ૧ માં ભણતી દીકરીને બે માણસોએ છેડતી કરી તે ધ્યાનમાં રાખી સ્કૂલોમાં દીકરીઓને સ્વબચાવ માટે તાલીમશિબિરનું આયોજન થાય તેવી વ્યવસ્થા કરાવવાની પણ માંગ કરી હતી.
દીપક જગતાપ,રાજપીપલા