Proud of Gujarat
FeaturedGujaratINDIA

લઠ્ઠાકાંડના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.

Share

ગુજરાતના બોટાદ જિલ્લામા થયેલ લઠ્ઠાકાંડ પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેનાં વિરોધમા નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ સરકારના વિરોધમાં નર્મદા કોંગ્રેસે પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા યુથ પ્રમુખ અજય વસાવા તથા વિધાનસભા પ્રમુખ ડો. નિતેશ તડવીની આગેવાનીમાં રાજપીપલા સફેદ ટાવર પાસે પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમંત્રીનું રાજીનામાની માંગ કરી હતી. તેમજ દુઃખી પરિવારોને યુથ કૉંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામા આવી હતી અને યોગ્ય વળતર આપવા તથા તમામ દોષીને કડક સજા આપવાની માંગણી કરી હતી. જેમાં નર્મદા યુથ કૉંગ્રેસ તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસના તમામ હોદ્દેદાર હાજર રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાથી સુરત જતા SRP ના જવાનોને નડયો અકસ્માત…

ProudOfGujarat

વાલિયાના કરા ગામ મંદિર ફળિયામાં ચોરીનો બનાવ બનતા સનસનાટી…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ અને જિલ્લામાં કયો તાલુકો વરસાદમા મોખરે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!