Proud of Gujarat
FeaturedGujaratINDIA

SOU એકતાનગર ખાતે વિજળી મહોત્સવ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજાયો.

Share

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના SOU-એકતાનગરના ઓડિટરીયમ ખાતે કેન્દ્રીય ઉર્જાવિભાગ-NTPC-ભરૂચ-(ઝનોર-ગંધાર) તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ પાવર@47 વિષયક જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, વિજ ક્ષેત્રે થયેલી પ્રગતિ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ઉર્જા વિભાગની તમામ યોજનાઓ છેવડાના માનવી સુધી પહોંચે અને ખેડૂતો, ગ્રામજનો સહિત પ્રત્યેક નાગરિકોને સરકારની જનહિતની યોજનાઓથી જાગૃત કરવાનો આ કાર્યક્રમનો આશય રહેલો છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ૨૦૧૫ માં શરૂ કરેલી ઉજાલા યોજનાની નાની પહેલે ખૂબ મોટુ પરિણામ આપ્યું છે. યોજના હેઠળ લોકોને વિજળીનો ઓછો વપરાશ કરતા બલ્બ આપવામાં આવ્યા હતા. જેના ઉપયોગથી વિજ બિલ ઘટયું છે અને પર્યાવરણના જતનમાં પણ તે એક સરાહનીય પહેલ સાબિત થઈ છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા પણ ખેડૂતોને રાત્રી ઉજાગરામાંથી મુક્તિ મળી છે.

વધુમાં વસાવાએ ગ્રામજનો, ખેડૂતો સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને PM KUSUM યોજના, સોલર રૂફટોપ યોજનાથી વાકેફ કરી સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા આહ્વાન કર્યુ હતુ. તેઓએ વિજળીનો બિનજરૂરી ઉપયોગ અટકાવવા અને પર્યાવરણના રક્ષણમાં પોતાની ભાગીદારી નોંધાવી શકાય તે હેતુથી જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતમાં સોલર રૂફટોપ લગાવવા અંગેના આયોજનની ચર્ચા કરી હતી. અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને વિજળીનો સદુપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે હવે ગામે-ગામ વિજળી મળી રહે છે, જે હવે નાના ઉદ્યોગોને શહેર તરફ પ્રયાણ કરતા અટકાવવામાં મહત્વની સાબિત થઈ હોવાનો મત વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શબ્દશરણ તડવીએ પણ આગાઉની અને હાલની પરિસ્થિતિથી સૌને અવગત કરતા જણાવ્યું કે, આજે પર્વતીય, જંગલ વિસ્તાર, શહેર, ગામડાઓથી લઈને અંતરિયાળ વિસ્તાર સુધી વિજળી પહોંચાડવામાં મળેલી સફળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગની ટીમે કરેલ સરાહનીય કામગીરીની દેન છે. ખેડૂતભાઈઓ ઊર્જા વિભાગની અનેકવિધ યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભર બની શકે છે. વધુમાં તેઓએ સૌને ગ્રામજનો માટે વિવિધ યોજનાઓની ચર્ચા કરીને જણાવ્યું કે, યુનો જેવી સંસ્થા દ્વારા દેશની સશક્ત વિજ વ્યવસ્થા ઉભી કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી જે દેશવાસીઓ માટે ગર્વની વાત છે.

અત્રે એ નોંધનીય છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિજળી મહોત્સવની ઉજવણીનો હેતુ વિજ ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓ-પ્રગતિ, ખેતીવાડી તેમજ ઉદ્યોગો, કારખાનાઓ, અન્ય સર્વિસ એકમો, ઘરે-ઘર, ગામડાઓ, અંતરિયાળ વિસ્તારના માનવીઓ સુધી પહોંચાડેલી વિજ સુવિધાઓ, વિજળી ઉત્પાદનને મળેલ ઝડપી વેગ તેમજ રાજ્ય-રાષ્ટ્ર્રના વિજ માળખાને વધુને વધુ સુદ્રઢ અને અદ્યતન બનાવી અનેકવિધ વિકાસલક્ષી કામો તેમજ પ્રજાજનો માટે અમલી બનાવેલી યોજનાઓથી જિલ્લાવાસીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ઉર્જા ક્ષેત્રની ભૂમિકાની શોર્ટફિલ્મ અને નુક્કડ નાટક તેમજ નૃત્ય રજૂ કરી મનોરંજન સાથે વિજ ક્ષેત્રે થયેલ પ્રગતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ-૨૦૪૭ સુધીની અપેક્ષાઓ વિષે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સરપંચો, પ્રજાજનો તેમજ ખેડૂતો સાથે ચર્ચા કરાઈ હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

આછોદ ગામ નજીક મોતના પુલ તરીકે ઓળખવામાં આવતા પુલની કામગીરી હજુ શરૂ થઈ રહી છે ત્યાં તો શરૂઆતમાં જ અકસ્માત સર્જાવાનું ચાલુ થઈ ગયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પગપાળા વતનમાં જતા શ્રમિકો આવતા ૫૦૦ જેટલા શ્રમિકોને જમાડીને વાહનોની સગવડ કરી આપી.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!