રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દીવાલો ધરાશાયી થઇ છે જે હજી પણ યથાવત અવસ્થામાં છે. તેને તાકીદે રીપેર કરવાની માંગ ઉઠી છે.
રાજપીપળામાં ભારે વરસાદને કારણે ઘણી જૂની ઇમારતોને, તેના પાયાને, અને કોટની દીવાલોને પણ ઘણું નુકસાન થયું છે. ખાસ કરીને રાજપીપળા ખાતે આવેલી સ્ટેશન રોડ પર રાજપીપળા સરકારી હાઇસ્કુલ સામે આવેલ કોટ પણ ધરાશાયી થયો છે. લગભગ 15 ફૂટ લાંબો કોટ ધરાશાયી થયો છે. પરંતુ હજુ સુધી તેને રીપેર કરવામાં આવ્યો નથી. અહીંના ફૂટપાથ પરથી આવતા જતા લોકો માટે આ કોટ નુકશાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે રાજપીપળા વડિયા પેલેસ રોડ પર આવેલ જનરલ હોસ્પિટલ પાસેનો વધુ એક કોટ પણ ધરાશાયી થયો છે. આ કોટ પણ 10 થી 15 ફૂટ લાંબો જમી દોસ્ત થયો છે એને પણ આજ દિન સુધી રીપેર કરવામાં આવ્યો નથી! રાજપીપળામાં ભારે વરસાદમાં ધરાશયી થયેલા કોટના બાંધકામ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. તંત્ર આ બંને કોટ તાકીદે રીપેર કરે એવી માંગ છે.
દીપક જગતાપ, રાજપીપલા