રાજપીપલા કરજણ પુલ નીચે આવેલ અતિ પ્રાચીન મંદિર
તલકેશ્વર મહાદેવ મંદિરે કરજણ નદીમાં 11 મી જુલાઈએ જળ સમાધિ લીધી હતી. કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
એની સાથે મંદિરમાં જે ભગવાનની મૂર્તિઓ હતી કે તમામ મૂર્તિઓ પણ તણાઈ ગઈ હતી. જેને કારણે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. છેલ્લા દસ દિવસથી પાણી ઉતર્યા પછી આ મંદિરની તણાઈ ગયેલું મૂર્તિઓની શોધ ખોળશરૂ થઈ હતી.15 દિવસની ભારે શોધ ખોળ બાદ પાર્વતી માતાની મૂર્તિ, હનુમાન દાદાની મૂર્તિ, ગણપતિ દાદાની મૂર્તિ, નંદીની મૂર્તિ અને ત્યારબાદ શિવલિંગ ભગવાન દાદાની મૂર્તિ પણ મળી આવતા ભક્તોમાં આનંદની લાગણી જન્મી હતી.
ભારે શોધ ખોળને અંતે મૂર્તિ શિવલિંગ પાણીમાંથી મળી આવતા તેને મૂળ મંદિરની જગ્યા એ સ્થાપિત કરવામાં આવી છે અને પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે. હવે ભક્તોની એક જ માંગ છે કે સરકાર અહીં સંરક્ષણ દીવાલ બનાવે અને નવેસરથી મંદિર બનાવે.
પાણીમા ડૂબી ગયેલ શિવલિંગની શોધકરવા માટે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી શોધખોળ કરતા ભારે જહેમત બાદ મંદીરનો કાટમાળ તથા માટી ખસેડતા માટીમા પડેલ શીવલિંગ પર નજર પડતા હર હર મહાદેવના જય ધોષથી શિવલિંગને શોધી કાઢી શીવલિંગ સફાઈ કરી મંદિર સ્થાન ઉપર ઉચકીને લાવી પુન:સ્થાપિત કરી પુજાવિધિ કરવામા આવી છે.
દીપક જગતાપ, રાજપીપલા