આમ જનતા માટે સારા સમાચાર છે કે નર્મદા સહીત રાજ્યમાં ગુજરાત પોલીસની ઇ-એફ.આઇ.આર સેવાનો પ્રારંભ થયો છે. હવે ઇ-એફ.આઇ.આર માં સામાન્ય જનતાને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પોલીસને આધુનીક બનાવવાના પ્રયાસના ભાગરૂપે ઇ-એફ.આઇ.આર થકી વાહન ચોરીની ફરીયાદો તેમજ મોબાઇલ ચોરીની ફરીયાદો સામાન્ય જનતા ઓનલાઇન કરી શકશે. તેમજ આ ઇ-એફ.આઇ.આર. માં સામાન્ય જનતાને સરળતા રહે તેમજ પોતાની ફરીયાદો ઓનલાઇન માધ્યમથી કરી શકે તે હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહના શુભહસ્તે આ
પ્રોજેક્ટનું લોકાર્પણ તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યુ હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્રેના નર્મદા જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં આ અંગે તમામ સંવર્ગન પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી. તેમજ આ ઇ-એફ.આઇ.આર.મા કેવી રીતે કામગીરી કરવાની રહેશે તેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી. તેમજ આ ઇ-એફ.આઇ.આર. અંગે જાહેર જનતાની જાગૃતી તેમજ તેમના અવેરનેશ માટે મીટીંગોનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોજેક્ટ અંતર્ગત જીલ્લામાં ઠેર ઠેર સામાન્ય જનતા જોઇ શકે તેવા અને જીલ્લાના મુખ્ય વિસ્તારોમાં કે જ્યા સામાન્ય પ્રજાની
અવર-જવર વધુ હોય તેવા સ્થળે મોટા હોર્ડીંગ્સ પણ લગાડી પ્રજા જાગૃતિ માટે જાહેરાત કરવામાં આવેલ છે.
સરકારના આ પ્રોજેક્ટને વધુમાં વધુ પ્રજા ઉપયોગ કરે અને તેમની ફરીયાદોની તાત્કાલીક નિકાલ થાય તે હેતુથી બહોળી પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટથી સામન્ય પ્રજા વધુમાં વધુ ફાયદો મેળવી શકે છે. આ ઇ-એફ.આઇ.આર.માં સામાન્ય જનતાને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેમણે હવે આ માધ્યમ દ્વારા પોતાના વાહન/મોબાઇલ ચોરીની ફરીયાદ ઓનલાઇન કરી શકશે. તેમજ ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાથી ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકશે. આ કરવામાં આવેલ ફરીયાદની કોપી પણ એપના માધ્યમથી મેળવી શકાશે. ફરીયાદ થયેથી ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. અને નાગરીકોને ફરીયાદની તપાસની પ્રગતિ બાબતે એસ.એમ.એસ.થી જાણ કરશે. ફરીયાદની તપાસ એકવીસ દિવસમાં પુર્ણ કરી કોર્ટમાં મોકલી આપવામાં આવશે. તેમજ જીલ્લાના કમાન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે સરકાર દ્વારા હવે પોલીસને બોડી વોર્ન કેમેરાથી પણ સજજ કરી આધુનિક બનાવવાના પ્રયાસો હાથ ધરેલ છે. અને આ અંગે નર્મદા જીલ્લાના પોલીસ કર્મચારીઓને આ બોડી વોર્ન કેમેરાની અલાયદી તાલીમ આપવામાં આવેલ છે. જેથી ગુનેગારો હવે તેમના આ બોડી વોર્ન કેમેરાની નજરથી બચી નહી શકે. આ બોડીવોર્ટ કેમેરાનો ઉપયોગ નર્મદા જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવનાર છે. અને આ અંગે પોલીસ કર્મચારીઓને સજ્જ કરવામાં આવેલ છે. તેમજ નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલના સીસીટીવી કેમેરા દ્વારા નર્મદા જીલ્લાની પોલીસને ગુનાને ઉકેલવાની ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમજ પોલીસ ડ્રોન કેમેરા દ્વારા સજજ રહેશે. જેથી પોલીસની બાજ નજરથી પ્રજાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચીત કરશે.એમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા