રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ નિષ્કાળજી જોવા મળે છે. સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહયા હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય રીતે દર્દીઓ સાજા થવા હોસ્પિટલમાં આવતા હોય પરંતુ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી વારંવાર સામે આવી છે.
થોડા દિવસો અગાઉ ડાયાલીસીસનું દૂષિત પાણી જાહેરમાં છોડાતું હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યાર બાદ હાલ ડ્રેનેજનું ગંદુ પાણી કુંડીમાંથી ઉભરાઈ બહાર આવી રહ્યું હોય ભારે દુર્ગંધથી દર્દીઓ અને તેમના સંબંધીઓ તથા સ્ટાફ હેરાન થઈ ગયા છે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ ડ્રેનેજની કુંડીઓના ઢાંકણો ખુલ્લા હોઈ અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે.છતાં અધિકારીઓ કેમ આળસ મરડે છે એ સમજાતું નથી.આવી ગંભીર બાબતોનું ધ્યાન લઈ વહેલી તકે મરામત કરાવી ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ કરાય અને જોખમી ખુલ્લા ઢાંકણા બંધ કરાય તેવી માંગ ઉઠી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી