સાગબારા તાલુકના ઘનશેરા ચેક પોસ્ટપરથી ૧૦.૨૫ કિલો ગાંજો પકડાયો છે. ઇક્કો ગાડીમાંથી કી.રૂ.૧,૦૨,૫૦૦/-કિંમતનો ૧૦.૨૫ કિલો તથા ઇકો ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૩,૫૨,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.
આ અંગે સાગબારા પોલીસે મથકે ફરિયાદી કે.એલ.ગળચર પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારાએ આરોપીઓ (૧) ઇમરાનભાઇ અબ્દુલભાઇ વોહરા રહે.દાના બજાર વોહરવાડ, મુ.તા.પેટલાદ જીલ્લો. આણંદ, તથા (ર) તેની સાથેના બીજો એક અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર, ઇક્કો ગાડી નંબર GJ 23 CB 8670 ના ચાલક આરોપી ઇમરાનભાઇ અબ્દુલભાઇ વોહરા રહે.દાના બજાર વોહરવાડ, મુ.તા.પેટલાદજીલ્લો.આણંદ),તથા તેની સાથેના બીજા એક અજાણ્યા ઇસમે ગુજરાત રાજયમા બિનઅધિકૃત રીતે બીજા રાજ્યમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૧૦ કિલો ૨૫૦ ગ્રામ કી.રૂ.૧,૦૨,૫૦૦/ નો મુદ્દામાલ, ઇકો ગાડીમાં ભરી લાવી હેરાફેરી કરતા હતા. એ દરમ્યાન ઘનશેરા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન,વાહન ચેકીંગના માણસો પાસે વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો તેમજ ઓરીજનલ ડ્રાઇવિંગ લાયસન્સ મુકી પોતાનુ વાહન લઇ ઘનશેરા ગામની સીમમાં ઘનશેરાથી ધોડાદેવી જવાના આર.સી.સી. રોડની બાજુમાં આવેલ ખેતરની તારની ફેંસીગમાં ઘુસાડી
દઇ સ્થળ પર મુકી નાસી ગયેલ. જે વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૧૦ કિલો ૨૫૦ ગ્રામ કી.રૂ.૧,૦૨,૫૦૦/- નો તથા ઇકો ગાડી
કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા ઓરીઝનલ ડ્રાઇવિંગ લાયસન્સ તથા ઓરીઝનલ આર.સી.બુક મળી કુલ કિ.રૂ.૩,૫૨,૫૦૦/- નો મુદ્દામાલ મુકી નાસી જઇ ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા