મધ્યપ્રદેશમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં સતત પાણીની આવક વધી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધીને 1,39,080 ક્યુસેક થઈ છે. જેને કારણે નર્મદા ડેમે ચાલુ સીઝનમાં પહેલીવાર સ્પીલવેની ઊંચાઈ કરી પાર સપાટી 122.08 મીટરે પહોચી છે. ડેમમાં 121.92 મીટરની સપાટીથી દરવાજા લગાડવામાં આવ્યાં છે. જો દરવાજા ન લગાવાયા હોત તો આજે આ સપાટીએ નર્મદા ડેમ ઓવરફલો થઇ ગયો
હોત પણ દરવાજા લાગી જતાં હવે ડેમ ઓવરફ્લો થશે નહીં.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે આ પાણી હવે સરદાર સરોવરમાં 72કલાક પછી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 1,39,080 કયુસેક પાણી આવી રહયું છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો વધી જતાં ડેમની સપાટી 24 કલાકમાં જ બે મીટર જેટલી વધી ગઈ હતી.
નર્મદા ડેમની સપાટી વધી રહી હોવાથી RBPHના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં છે. RBPH ના ટર્બાઇન ચાલુ કરાયા હોવાથી નર્મદા નદીમાં પાણી આવી રહયું છે. હાલ નર્મદા ડેમમાં 1527.80 MCM લાઈવ પાણીનો જથ્થો છે. સિંચાઇના પાણી માટે કેનાલમાં 4,654 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. RBPH નાએક અને CHPH ના બે ટર્બાઇન ચાલુ કરી વીજળીનું ઉત્પાદન કરાઈ રહયું છે.
દીપક જગતાપ, રાજપીપલા