Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના નાયબ ઓડિટર વર્ગ 3 ના જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીના કર્મચારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા.

Share

નર્મદા જિલ્લાના નાયબ ઓડિટર વર્ગ 3 ના જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીના કર્મચારી ભરૂચ એસીબીના હાથે રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-૨૦૨૧ સુધી સરપંચ તરીકે હતા. તેઓની પંચાયતનું સને.૨૦૧૭-૧૮ ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હોય આ કામના આરોપી ભરતભાઇ હસમુખલાલ પાઠક, (નાયબ ઓડીટર,વર્ગ-૩, જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી, નર્મદા)એ ફરીયાદીને ફોન કરી તે વર્ષના ઓડીટ કરી કોઇ ભુલ ના કાઢવા માટે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ, જે બાદ ફરીયાદીએ ઓછું કરવા જણાવતા રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦/- લેવાના નક્કી કરેલા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબી ભરુચમાં ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદને આધારે ભરૂચ એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

Advertisement

આરોપીએ રૂા.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. ૧૯.૦૭.૨૦૨૨ના રોજ ગરુડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે 1 લાખની લાંચ લેતા ઓડિટર ભરતભાઈ હસમુખલાલ પાઠકને ભરૂચ એસીબી નાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ કરનાર અધિકારી એસ.વી.વસાવા, ઈન્ચાર્જ પો.ઈન્સ. નર્મદા એસીબી પો.સ્ટે. રાજપીપલા તથા ટીમતથા સુપરવિઝન અધિકારી પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ, વડોદરાએ મળીને સફળ ટ્રેપ કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ : ઘોઘંબા તાલુકાના ભિલોડમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઇ, ૧૨૦ નાગરિકો “આપ” માં જોડાયા.

ProudOfGujarat

ઝારખંડના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ-૨૦૨૨ નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!