પહેલા કોરોનાનો માર પછી, અતિવૃષ્ટિ બાદ હવે આમ જનતાને GST નો માર પડયો છે. અનાજ ઉપર જીએસટી વધારવાના વિરોધમાં રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળે વિરોધ કરી વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનમાં જણાવ્યું છે કે હાલમાં કેન્દ્ર સરકારે જીએસટી ના નવાદર જાહેર કર્યા છે જેમાં ઘરેલી વસ્તુઓ હોટેલ્સ બેન્કિંગ સેવા ઉપર વધારે જીએસટી ભરવાનો આવતા અનાજ ઉપર પણ જીએસટી નો ટેક્સ લગાડતા વેપારીઓ દ્વારા તેનો વિરોધ થયો છે જેના અનુસંધાનમાં આજરોજ રાજપીપળા અનાજ કરિયાણા વેપારી મંડળે વિરોધ દર્શાવી આવેદનપત્ર આપ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલુ વસ્તુઓમાં જે ગરીબ અને મધ્યમ વર્ગને રોજની જરૂરિયાત કે અનાજ ઉપર પાંચ જીએસટી નો ટેક્સ સરકાર દાખલ કરવા જઈ રહી છે જેનાથી આમ આદમીનો બજેટ ખોરવાઈ જશે. છેલ્લા બે વર્ષથી લોકો કોરોના સામે લડાઈ લડતા આવ્યા છે હવે આ વર્ષે ભારે અતિવૃષ્ટિ વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે જેને કારણે સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવ્યો છે.
નર્મદા જીલ્લો ટ્રાઇબલ જિલ્લો છે જેમાં 90 ટકા વસ્તી આદિવાસીઓની છે. આ સરકાર ગરીબોની સરકાર છે તો ગરીબોની વાત મોદી સાહેબ સુધી પહોંચાડવી જરૂરી છે તેથી આપ અનાજ પરનો તમામ જીએસટી નો ટેક્સ નાબૂદ કરે એવી અમારી મોદી સરકારને વિનંતી છે એવું આવેદનપત્રપ્રમુખ રમણસિંહ રાઠોડ, ઉપ પ્રમુખ હરનીશ શાહ સહીત વેપારીઓએ કલેકટર કચેરીને જઈને આપ્યું હતું.
દીપક જગતાપ રાજપીપલા