નાંદોદ તાલુકાના રૂંઢ ચોકડીથી નરખડી ચોકડીની વચ્ચે આવેલ જનમહારાજના મંદિરના મૂર્તિની તોડફોડ કોઈ અજાણી મહિલાએ કરતા આ અંગેની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં
મુર્તિ તોડી ચોરી કરી તેની જગ્યાએ ભાથીજી મહારાજનો ફોટો મુકી અજાણી મહિલા ફરાર થઈ જતા ચકચારમચી જવા પામી છે. આ અંગે રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદીઓ (૧) બારીયા દિનેશભાઈ મનુભાઈ મુ.ગામ પોઈચા, તા. નાંદોદ જી, નીંદા (૨) દવે મહેન્દ્રભાઈ જનકભાઈ વિગેરે ગામઃ હનુ મંતેશ્વર,તા.નાંદોદએ કોઈક અજાણી મહિલા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી બારીયા દિનેશભાઈ અને દવે મહેન્દ્રભાઈની ફરિયાદની વિગત અનુસારતા. ૧૯/૭/૨૦૨૨ ના રોજ સમય સવારે સાત વાગ્યાની આસપાસ કોઈક અજાણી સ્ત્રી જન મહારાજનાં મંદિરમા આવી હતી. ત્યા જન મહારાજની મુર્તિ પણ આવેલ છે. અજાણી સ્ત્રી મંદિરમાં પ્રવેશી જન મહારાજની મુર્તિનો ઉપરનો ભાગ ખંડીત કરી નુક્શાન કરેલ છે અને ઉપરનો ભાગ લઈ જઈ ફરાર થઈ ગયેલ છે, અને ફરાર થતી વખતે મંદિરમાં ભાથીની મહારજનો ફોટો મુકીને ભાગી ગયેલ છે. આ અજાણી સ્ત્રી હાઈવામાં બેસીને જતી રહેલ છે જે નજરોનજર મંદિરની પાસે રહેતા વસાવા ચંપકભાઈએ મહિલાને જોયેલ છે. જેથી આ બાબતે શોધખોળ કરી તપાસ કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અંગેની ફરીયાદ રાજપીપલા પોલીસ મથકે આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જોકે આ અજાણી મહિલા કોણ છે? મૂર્તિ ખંડિત કરવા પાછળ એનો હેતુ શું છે અને મૂર્તિ તોડીને તેની જગ્યાએ ભાથુજી મહારાજનો ફોટો કેમ મુક્યો? તે ચર્ચાનો અને પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. જોકે મૂર્તિને ખંડિત કરવા પાછળની ઘટનાથી ગ્રામજનો અને હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોચી છે.
દીપક જગતાપ, રાજપીપલા