Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વીધેયક મુદ્દે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાની પ્રતિક્રિયા.

Share

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ કક્ષાનું પ્રવસન સ્થળ બનાવવા માટે ગુજરાત સરકાર એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ગત રોજ વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વીધેયક રજુ કરાયું હતું ત્યારે આ વીધેયકના વિરોધમાં સ્થાનિક આદિવાસી નેતાઓ વિધાનસભાની બહાર ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા હતા ઉપરાંત વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે આ વીધેયકને સળગાવ્યું હતું અને તમામ આદિવાસી અને દલિત ધારાસભ્યોને આ વીધેયકનો વિરોધ કરવા આને વિધાનસભામાં આ બિલની કોપી ફાડવા આહવાન કરાયું હતું.
ગતરોજ વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અંગેનું વીધેયક રજૂ થતા કોંગ્રેસ ના ધારાસભ્યો પણ જોરદાર વિરોધ કર્યો હતો અને વોકઆઉટ પણ કર્યું હતું ત્યારે આજે નાંદોદ મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થાય તેનાથી અમને કાંઈ વાંધો નથી પરંતુ જે ૬ ગામના લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવતું નથી સ્થાનિકોને રોજગારી મળતી નથી, સ્થાનિક ખેડૂતોને તેમની જમીનોનું યોગ્ય વળતર મળતું નથી, તંત્ર દ્વારા સ્થાનિકોને વારંવાર હેરાન કરાય છે, તેમનું કોઈ સાંભળતું નથી, નોકરી માંથી અચાનક છુટા કરી દેવાય છે, આ બધી રજૂઆતો વિધાનસભામાં ન સાંભળતા અમે વિરોધ કર્યો હતો ઉપરાંત આ બિલ આવથી પંચાયત રાજ ખતમ થઈ જશે અને સ્થાનિક જમીન માલિકોને ભવિષ્યમાં મોટી તકલીફ ઊભી થવાની છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સુરત : સિંગણપુર વિસ્તારમાં દુકાનો સીલ કરાતા શહેર વિકાસ ગૃહ નિર્માણ મંત્રીના કાર્યાલયની બહાર દેખાવો કર્યો.

ProudOfGujarat

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

ProudOfGujarat

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!