૧૧ મી જુલાઇ ના રોજ કરજણ નદીના ઘોડાપૂરમાં ગામલોકો ફસાઈ ગયા હતા અને લોકોના જીવને સંકટમાં મૂકનારી આ જળ આફતથી સહેજ પણ ડર્યા વગર, વરસતા વરસાદમાં મેઘલી રાતે એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફના જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને પીઠબળ આપીને, બચાવ કાર્યના બહોળા અનુભવનો વિનિયોગ કરીને લોકોને ઉગારી લીધા હતા અને એમની જીવન રક્ષા કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આ શૂરવીર જવાનોને આ જીવનરક્ષક અને પ્રશંસનીય સેવાઓ માટે પ્રશસ્તિપત્રો પ્રદાન કરી બિરદાવ્યા છે. તેમાં જણાવ્યું છે કે, “ઘોર સંકટની ઘડીમાં તમે અપ્રતિમ હિંમત અને સાહસ તેમજ વ્યવસાયિક કુશળતાનો જે અભૂતપૂર્વ સમન્વય કર્યો તે આ સંકટમાં ફસાયેલા લોકોને ઊગારનારો બની રહ્યા છો.
દીપક જગતાપ,રાજપીપલા
Advertisement