Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૨ થી પ્રારંભાયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓનો નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આ પરીક્ષા સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે પ્રથમ દિવસે સવારે ધોરણ-૧૦ માં બેઝિક ગણિત વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૧૦૭૩ વિદ્યાર્થીઓ પૈકી ૮૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૦૧ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

તેવી જ રીતે, સવારે ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૧૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ ની હાજરી અને ૦૨ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

-ભરૂચ ના મારુતિ નગર વિસ્તાર ના રહીશો દ્વારા રસ્તા અને સફાઈ ના મુદ્દે સ્થાનિકો એ જીલ્લા સમાહર્તા અને પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી

ProudOfGujarat

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

ProudOfGujarat

અમદાવાદ – ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!