નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમનજીકના 30 કિલોમીટરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેસાસ થતાં પ્રવાસીઓ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સરદાર સરોવર ડેમથી 30 કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અનેરિક્ટર સ્કેલ ઉપર 3.2 ની તીવ્રતા નોધાઇ છે. કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
બપોરે 2 વાગ્યા આસપાસ સ્થાનિક લોકોને ભૂકંપનો આહેસાસ થયો હતો. જેને લઇને આ પંથકના બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતા. ઉપરાંત સાંકડી શેરીઓમા ભૂકંપ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને
પગલે નર્મદા ડેમને કોઈ જોખમ નથી, કારણ કે નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ ન તૂટે તેવો મજબૂત બનાવાયો છે. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પણ 6.5 ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે વાતા વાયરાની પણ અસર ન થાય તેવી મજબૂત બનાવાઇ છે.
નોંધનિય છે કે, સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ વેળાએ 85 ટકા જેટલો તાંબાની ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આથી તેને હજારો વર્ષ સુધી કાટ ન લાગે તેવો દાવો કરાયો છે
દીપક જગતાપ, રાજપીપલા