Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

Share

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ છે. સેલ્ફી લેવાની જગ્યાવાળો રસ્તો બંધ કરાયો છે. આ ઘટના પછી જિલ્લા કલેકટર ડી.એ.શાહે કરજણ જળાશય સાઈટની તાકીદની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કરજણ ડેમ ખાતે સીસીટીવી કેમેરા તાકીદે ગોઠવવા જિલ્લા કલેકટરે અધિકારીઓને સૂચના આપી છે.

નર્મદા જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે કરજણ ડેમના તમામ ૯ દરવાજા ખોલીને પાણી છોડવાની ઉભી થયેલી પરિસ્થિતિ અંતર્ગત કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બનેલ છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરીવાર ન બને તે માટે જેટલા Entry -Exit point છે તે તથા સુરક્ષાની દ્રષ્ટિએ જે જે જોખમી જગ્યાઓ છે. તે તમામ જગ્યાએ બેરિકેટીંગ કરીને તેના સિક્યુરિટી પોઇન્ટ માટે ધોરણસરની તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેકટર ડી.એ.શાહે કરજણ સિંચાઇ યોજનાના સંબંધિત ઇજનેરને સૂચના આપી છે.

જિલ્લા કલેકટર ડી.એ.શાહે લીધેલી મુલાકાત દરમિયાન સરદાર સરોવર ડેમની જેમ કરજણ ડેમ ખાતે પણ સીસીટીવી કેમેરા તાકીદે ગોઠવવા જિલ્લા કલેકટરે સૂચના આપી હતી. કરજણ ડેમ ખાતે આવેલ કમાન્ડ અને કન્ટ્રોલ રૂમને અદ્યતન કરવા, તેની સાથોસાથ વિવિધ સૂચનાઓ દર્શાવતા / માહિતી દર્શાવતા બોર્ડ નવેસરથી paint કરવા, રાજપીપલા ખાતે આવેલ કરજણ યોજના હસ્તકનું રેસ્ટ હાઉસ અદ્યતન કરવા, કરજણ ડેમનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં ડીસીલ્ટીંગની કોઇ કામગીરી થયેલ નથી જેથી રેતી અને કાંપ સતત નદીના પટમાં જમા થયેલ છે અને નદી છીછરી થાય છે. જેથી ડીસીલ્ટીંગની નિયમાનુસાર કામગીરી તાકીદના ધોરણે હાથ ધરવા, કરજણ નદી વધુ વળાંકો સાથે પસાર થતી હોઇ, ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે વળાંકના વિસ્તારમાં પુષ્કળ ધોવાણ થાય છે. આવા સંજોગોમાં રાજપીપલા શહેરના વિસ્તારને કોઇ નુકશાન ન થાય તે માટે કરવાની થતી કાર્યવાહી અંગે સર્વે હાથ ધરીને ધોરણસરની કામગીરી તાકીદે હાથ ધરવા વગેરે જેવી બાબતોમાં કાર્યપાલક ઇજનેર અંકિત ઠક્કરને વિગતવાર સૂચનાઓ મુલાકાત દરમ્યાન આપી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા એ કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરતા કાળી પટ્ટી ધારણ કરી તમામ મામલતદારે કર્યો વિરોધ.

ProudOfGujarat

ભાવનગર : માણેકવાડીના રહેણાંકી વિસ્તારમાંથી હુક્કાબાર ઝડપાયું

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે મનરેગા યોજના હેઠળ 3000 જેટલાં વૃક્ષો રોપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!