નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપોના ખસ્તા હાલ થયાં છે. રાજપીપળાના સૌથી મોટા ગણાતા એસટી ડેપોમાં હાલ ચોમાસામાં છતમાંથી પાણી અંદર ગળે છે.
એસટી ડેપોમાં ઠેરઠેર પાણી ભરાતું હોવાથી મુસાફરો પણ પરેશાન થઈ રહ્યા છે.
તો બીજી તરફ એસટી ડેપોની અંદર કુતરાઓ અને ગાય રખડતા અને આરામ ફરમાવતા નજર પડે છે. રાજપીપળનું એસટી ડેપો કૂતરાઓને ગાયનું સામ્રાજ્ય બની ગયું હોય એવું લાગે છે એનાથી મુસાફરોને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે.
એટલું જ નહીં રાજપીપળા એસટી ડેપોમાં ઘણા પંખાઓ ચાલતા નથી. જે છે તે કેટલાક બગડેલા છે તૂટેલા છે લાઈટો પણ નથી. એટલું જ નહીં રાજપીપળા એસટી ડેપોના દરેક પ્લેટફોર્મ નંબર પર ટીવી સ્ક્રીન લગાડેલા છે. જેમાં બસનો આવા જવાનો સમય, પ્લેટફોર્મ નંબર સહિતની વિગત પ્રવાસીઓ માટે માઇક દ્વારા મૂકવામાં આવતી હોય છે. જેમાં કેટલાક ટીવી સ્ક્રીન ચાલતા જ નથી. અને જે ચાલે છે તેમાં અવાજ બહુ ધીમો સંભળાય છે એ અવાજ કોઈને સંભળાતો નથી. કરોડોના ખર્ચે બનાવેલ એસટી ડેપોમાં મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ નથી એવી મુસાફરોની ફરિયાદ છે.
વધુમાં એસટી ડેપોમાં બસો પણ સમયસર મુકાતી નથી. સમયસર આવતી નથી. જેને કારણે મુસાફરોને ઘણી તકલીફ પડે છે. એના કારણે ઘણા મુસાફરો હવે ખાનગી વાહનોનો આશરો લઈ રહ્યા છે. તેને કારણે એસટી ડેપોની આવક પણ ઘટી શકે એમ છે. ત્યારે એસટી તંત્ર મુસાફરોની સુવિધા વધારે એવી મુસાફરોને માંગ છે.
દીપક જગતાપ રાજપીપળા