Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

Share

રાજપીપળાના આરબ ટેકરા ખાતે પ્રેમ લગ્ન કરી આવેલી પરિણીતા સાસરિયાઓના ત્રાસ થી જાતે જ સળગી જતા ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક રાજપીપળા સિવિલ બાદ વડોદરા રીફર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરબ ટેકરાની સાજેદાબાનુ ઇમ્તીયાઝ મનસુરખાન બલુચી (ઉ.વ.૩૪)એ આપેલી ફરિયાદ મુજબ તેણે કરેલા પ્રેમ લગ્ન શરૂઆતથી જ પતિ સિવાય ના સાસરિયાઓને પસંદ ન હોઇ જેથી સાસુ સહિતનાઓ તેને સાથે અવારનવાર ઝઘડો કરી ગાળાગાળી કરી માનસીક ત્રાસ આપતા હોઇ સાજેદાબાનુંને વારંવારના ત્રાસથી ગુસ્સો આવતા પોતાની જાતે આખા શરીરે કેરોસીન છાંટી સળગી ગઇ હોય ઘટનાની જાણ થતા તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ લાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.આ બાબતે સળગી જનાર સાજેદાબાનુંની ફરિયાદ બાદ સાસરિયાઓ પૈકી(૧)હનીફાબેન મનસુરખાન બલુચી (૨) જમીલાબાનુ ઇમરાનભાઈ બલુચી (૩) ઇમરાનભાઈ મનસુરખાન બલુચી તમામ રહે.રાજપીપળા આરબટેકરા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : દહેજનાં જોલવા ગામે બીજા દિવસે પરપ્રાંતિયોનો ફરી હલ્લાબોલ પોલીસ પર પથ્થરમારો કરતાં ટીયર ગેસનાં સેલ છોડવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!