Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત પરિવારોને ફુડ પેકેટનું વિતરણ કરાયું.

Share

નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સર્જાયેલી પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અંદાજે ૮૯૭૫ જેટલા લોકોના સલામત સ્થળાંતર કરાયું છે અને જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી ભોજન – ફુડ પેકેટ વગેરે જેવી વ્યવસ્થાની જરૂરિયાત જણાતા ઝાડેશ્વર ચોકડી પાસેની આત્મિય ગ્રીન સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણભાઈ કાછડિયાએ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો તુરંત જ ટેલિફોનિક સંપર્ક સાધીને નર્મદા જિલ્લાના સ્થળાંતરિત અને અસરગ્રસ્ત પરિવારો માટે ફુડ પેકેટ પોતાની શાળા પરિવાર તરફથી તૈયાર કરીને પૂરા પાડવાની સામેથી આ તત્પરતા દર્શાવી હતી અને તેના અનુસંધાને એક હજાર જેટલા ફુડ પેકેટ તેમના તરફથી તૈયાર કરીને રાજપીપલા ખાતે મોકલી આપ્યા હતા. આ ફુડ પેકેટનું રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ અસરગ્રસ્ત પરિવારોમાં ઘરે-ઘરે પહોંચીને તેનુ વિતરણ કરાયું હતું.

આ ફુડ પેકેટમાં પરિવારની બે વ્યક્તિઓ ભોજન લઈ શકે તે રીતની ખાદ્યસામગ્રી પેક કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આત્મિય ગ્રીન સ્કુલના પરિવારના મોભી પ્રવિણભાઈ કાછડિયને જિલ્લા વહિવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે ઘેલવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા

ProudOfGujarat

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ અભિયાન રેલી યોજાઇ.

ProudOfGujarat

મેધની મહેર વલસાડ તંત્રનો “કહેર”વલસાડ નગર પાલિકાની કામગીરીથી જનતા ત્રસ્ત !વિજયભાઈ તંત્રની પાઠશાળા લ્યો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!