નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફત અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો છે. કરજણ ડેમની સપાટી બપોરે ૧૨:૦૦ કલાકે ૧૦૮.૫૨ મીટરે નોંધાઇ છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૨૯ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થાય છે.
કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર એ.એસ.ઠક્કરે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૩૦ ટકાથી વધુ વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે. આજે તા.૧૧ જુલાઈના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કરજણ જળાશયની સપાટી ૧૦૮.૫૨ મીટરે નોંધાઇ હતી. કરજણ જળાશયમાંથી અંદાજે ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફત હાલમાં ૫૩,૮૨૫ ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણ જળાશયમાંથી સરેરાશ ૪૨૯ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. કરજણ ડેમમાંથી આજે પણ છોડાઇ રહેલા પાણીના કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકો, રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવધ રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૨૫ ટકાથી વધુ વરસાદ ગઈ કાલ સુધી નોંધાયેલ છે. કરજણ જળાશયની સપાટી ૧૦૪.૭૫ મીટર ગઈ કાલે નોંધાઇ હતી. કરજણ જળાશયમાંથી અંદાજે ૪૭,૭૫૦ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨ ગેટ ૧.૨ મીટર ઉંચા ખોલીને હાલમા ૭,૨૯૫ ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી હતી.