Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં જિલ્લાકક્ષાનું અદ્યતન સુવિધાઓ સાથે પુસ્તકાલય ભવન નિર્માણ પામશે.

Share

નર્મદા જિલ્લા મુખ્ય મથકે કરજણ કોલોની સંકુલમાં જિલ્લાકક્ષાની સરકારી નવીન પુસ્તકાલય બાંધકામ માટે નર્મદા કલેકટર દ્વારા અગાઉ ૧૫૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે જિલ્લાકક્ષાના પુસ્તકાલય ભવનના નિર્માણ ખર્ચ માટે રૂા.૨.૪૦ કરોડની મંજૂરી અપાઇ હતી. પરંતુ રાજ્યના ગ્રંથાલય નિયામક દ્વારા સુવિધાયુક્ત અદ્યતન પુસ્તકાલય ભવનના નિર્માણ સંદર્ભે વધુ ૨૦૦૦ ચો.મી. જેટલી જમીન ફાળવવા માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સમક્ષ દરખાસ્ત કરાતાં, તેમના તરફથી આ શિક્ષણલક્ષી પ્રજાકીય વિશાળ હિતને લક્ષમાં લઇને તાબડતોબ વધારાની ૨૦૦૦ ચો.મી. જમીન ફાળવવાની હાથ ધરાયેલી કાર્યાવાહી હાલ પ્રગતિ હેઠળ છે. આમ, સરકાર દ્વારા અગાઉની રૂા.૨.૪૦ કરોડની મંજૂરીમાં ફેરફાર કરીને આ કામગીરી માટે હવે રૂા.૫.૫૦ કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેથી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત P.I.U. યુનિટ દ્વારા હવે કુલ ૩૫૦૦ ચો.મી. જગ્યામાં અંદાજે રૂા.૫.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના જિલ્લાકક્ષાના પુસ્તકાલય ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.

તેવી જ રીતે, નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે સરકારી તાલુકા પુસ્તકાલય ભવન માટે પણ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા આશરે ૨૦૦૦ ચો.મી. જેટલી જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દેડીયાપાડા ખાતેના સરકારી તાલુકા પુસ્તકાલય ભવન માટેની આ અગાઉની અંદાજે રૂા.૧ કરોડની મંજૂરીમાં ફેરફાર કરીને હવે રૂા.૩.૫૦ કરોડની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે દેડીયાપાડા ખાતે હવે અંદાજે રૂા.૩.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત પુસ્તકાલય ભવનનું નિર્માણ પણ રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત P.I.U. યુનિટ મારફત હાથ ધરાશે.

Advertisement

આમ, નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લામાં કેન્દ્રીય નીતિ આયોગના નિર્ધારિત પેરામીટર્સ મુજબ શિક્ષણ-આરોગ્ય, પોષણ, કૃષિ-સિંચાઇ, કૌશલ્યવર્ધન, ફાઇનાન્સીયલ ઇન્ક્લુઝન અને માળખાગત સુવિધાઓ ક્ષેત્રે સરકારના વિવિધ વિભાગોના સહયોગથી તેમજ C.S.R પ્રવૃત્તિઓ હેઠળ નર્મદા જિલ્લાવાસીઓને વિવિધ સુવિધાઓ સુલભ બનાવવાના પ્રયાસોને ક્રમશ: સફળતા મળી રહી છે, જેના થકી નર્મદા જિલ્લો અન્ય જિલ્લાની હરોળમાં પહોંચવાના અને તેની સમકક્ષ બનવાના પ્રયાસોની ગતિ વધુ વેગવાન બની છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

ગોધરા : વિજ વિભાગ દ્વારા પ્રીમોન્સુનની કામગીરી કરવાની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!