Proud of Gujarat
GujaratFeaturedINDIA

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

Share

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતીના અધ્યક્ષ જી.સોમશેખર રેડ્ડીની આગેવાનીમાં SOU-એકતાનગર ખાતે આવેલ ઓફ યુનિટી અને સંલગ્ન અન્ય વિવિધ પ્રવાસન પ્રોજેકટ્સની મુલાકાત લઇને સરદાર પટેલને ભાવાંજલી આપી હતી. સમિતિના અધ્યક્ષ જી.સોમશેખર રેડ્ડીએ સરદાર સાહેબે આઝાદી અપાવવામાં અને અખંડ ભારતનાં નિર્માણમાં આપેલ યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમિતિની આ મુલાકાત દરમ્યાન અધ્યક્ષ સહિતનાં અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા.

અધ્યક્ષજી.સોમશેખર રેડ્ડીએ પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, ખુબ ઉંચી વ્યક્તિ માટે ખુબ ઉંચા વિચારો સાથે ૧૮૨ મિટરની ઉંચાઇ ધરાવતી પ્રતિમાની મુલાકાત લઇને ભારતીય તરીકે મને ગર્વ થાય છે અને સરદાર સાહેબને હું નમન કરૂ છુ.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

વડોદરામાં કોરોનાના સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત વિયર કમ કોઝવેને ઝાડેશ્વર સુધી લંબાવવા માટે ગૃહમંત્રીને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!