Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડયો .

Share

રાજપીપળા નર્મદા જીલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળા માંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડ્યો હતો.શિક્ષકની વેગન કાર ઝાડ સાથે અથડાતા ચાલક મુખ્ય શિક્ષક સાથે એક મહિલા શિક્ષિકાનું મોત થયું હતું. જ્યારે બીજી શિક્ષિકા અને એક બાળકી ગંભીર થતા તમામ ઈજાગ્રસ્તને વડોદરા સારવાર હેઠળ ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેેેઓ પોઇચા સ્વામિનારાયણ મંદિર જોયા બાદ બાળકોને લઈને શિક્ષકો ડભોઇ વઢવાણા પક્ષીઓ બતાવવા લઇ જતા હતા.જેમાં જેતપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ કોદરભાઈ પટેલે પોતાની વેગન કાર ગાડી લઇ લીધી હતી અને બાળકો ટેમ્પામાં સવાર હતા.વેગન કાર ગાડીમાં ભરતભાઈ પટેલ સાથે સહ શિક્ષિકા કેતકીબેન સંજયભાઈ વસાવા,તેમની પુત્રી વિભુબેન સંજયભાઈ વસાવા અને ઇલાબેન રાવલ પોઇચાથી વઢવાણા જતા હતા.દરમિયાન સેગવા જતા કરાળા ગામ પાસે આ વેગન કાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઈ અને નીચે ઉતારી ગઈ હતી.જેમાં ભરતભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે બંને શિક્ષિકા અને બાળકી ગંભીર ઈજાઓ પહોંચતા ડભોઇ અને વડોદરા સારવાર માટે લઇ જવામાં આવ્યા.જેમાં કેતકીબેન વસાવાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈને નર્મદા જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ સુરેશ ભગત,પૂર્વ પ્રમુખ હરેન્દ્રસિંહ રાવલજી સહીત હાલના હોદ્દેદારો તથા કેવડિયાના શિક્ષકો ત્યાં દોડી ગયા હતા.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છે બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છે…

ProudOfGujarat

ભરૂચ એસ.ટી. ડેપોમાં બસ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

અરવલ્લીનાં મોડાસા તાલુકામાં OPS લાગુ કરવાની ઉગ્ર માંગ સાથે ગાંધી જ્યંતિના દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દર્શાવ્યો વિરોધ

ProudOfGujarat
error: Content is protected !!