Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં માંગરોલ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો થનારો પ્રારંભ.

Share

છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતે સાધેલી વિકાસયાત્રાની જાણકારી અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનોને ઘરબેઠા મળી રહે તેવા હેતુસર નર્મદા જિલ્લામાં તા.૫ મી થી તા.૧૭ મી જુલાઈ દરમિયાન સતત ૧૩ દિવસ સુધી “વંદે ગુજરાત વિકાસયાત્રા” રાજપીપલા નગરપાલિકાના તમામ વોર્ડના વિસ્તારો ઉપરાંત જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોના ગામો ખૂંદશે. તા.૫ મી જુલાઇને મંગળવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે નાંદોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાતના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી “ગુજરાત વિકાસયાત્રા” ના જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મૂકી આ વિકાસયાત્રાનો પ્રારંભ કરાવશે. જ્યારે દેડીયાપાડા તાલુકાના બેસણા ગામે પણ સાંજે ૦૫:૦૦ કલાકે પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉક્ત કાર્યક્રમ ખૂલ્લો મૂકાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરાશે. આજે જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા જિલ્લામાં ઉક્ત ઉજવણીની પૂર્વ તૈયારીઓ અને આયોજનની વિસ્તૃત સમીક્ષા સાથે વંદે ગુજરાત વિકાસયાત્રા અને સખી મેળો-વંદે ગુજરાત પ્રદર્શનના કાર્યક્રમોને આખરી ઓપ અપાયો છે.

આ વિકાસયાત્રા દરમિયાન LED સ્ક્રીન સાથે તૈયાર કરાયેલા રથના માધ્યમથી ગ્રામીણજનોને ગુજરાતની વિકાસયાત્રાથી અવગત કરાવાશે. આ સાથે રાજયકક્ષાના મહાનુભાવો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાશે. વિકાસયાત્રા દરમિયાન અંદાજે રૂા.૩.૯૧ કરોડથી વધુની રકમના ૧૬૩ વિકાસકામોનું લોકાર્પણ કરાશે તેમજ રૂા.૨.૦૬ કરોડથી પણ વધુની રકમના ૯૩ કામોનું ખાતમુર્હૂત કરાશે જ્યારે વિવિધ યોજનાકીય ૩૭૧૦ જેટલાં લાભાર્થીઓને અંદાજે રૂા.૩.૮૫ કરોડથી પણ વધુની રકમના લાભોના વિતરણ સાથે પ્રજાજનોને યોજનાકીય જાણકારી અપાશે.

Advertisement

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસયાત્રા” તેમજ સખી મેળો-વંદે ગુજરાત પ્રદર્શનને લઈને જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓ અને સુચારા આયોજન સંદર્ભે સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી સુક્ષ્માતિસુક્ષ્મ બાબતોની જાણકારી મેળવી વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સંબંધિતોને સોંપયેલી જે તે ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવવાનો ખાસ અનુરોધ કરી આ કામગીરી પરિણામલક્ષી બની રહે તે અંગે તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં દશેરા બાદ વરસાદના આગમનથી ચોમાસાનો માહોલ છવાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

રાજપારડીમાં ૯૮ અને ઉમલ્લામાં ૪૨ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!