Proud of Gujarat
FeaturedGujaratINDIA

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

Share

રાજપીપળામાં અષાઢી બીજના દિવસે અત્રે રાધાક્રિષ્ન મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી છેલ્લા ત્રીસ વર્ષથી રથયાત્રા નીકળે છે જે ચાલુ વર્ષે પણ પહેલી જૂન અષાઢીબીજના રોજ નીકળશે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈ યાત્રામા ભક્તો રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવશે. રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

આ રથયાત્રા રિમાન્ડહોમ લોન ટાવર, દરબારોડ, આશાપુરી મંદિર, કાછીયાવાડ થઈ સ્ટેશન રોડ થઈને મંદિરે પરત આવશે. રથયાત્રામા કળશ કન્યાઓ પણ શોભાયાત્રામા જોડાશે. જેમાં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરાશે. રથયાત્રા દરમ્યાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

ગુજરાત રાજ્યમાં સરકારની દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ : દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદે જીત મેળવતા વિજય રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો અંગે પ્રશ્નો ઉઠાવતા તલાટીએ ગ્રામસભા છોડી : જાગૃત નાગરિકે ધરણાં પર બેસી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!