Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનાં 77 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

Share

એજ્યુકેશન ટ્રસ્ટ, રાજપીપલા સંચાલિત શ્રી નવદુર્ગા પરિસર સ્થાપનાના 77 મા વર્ષમા પ્રવેશ કરતા સંસ્થાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં શાળાના આચાર્યા રીનાબેન પંડ્યા સહીત અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું.

આ પ્રસંગે શાળામાં ગાયત્રી યજ્ઞનું આયોજન પણ કરાયું હતું. રક્તદાન શિબિરમાં શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ રક્તદાન કરી શરૂઆત કર્યા બાદ શિક્ષકો, ટ્રસ્ટીઓ અને શહેરના યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈને રક્ત દાન કર્યું હતું. 77 મા સ્થાપના દિવસે 77 યુનિટ રક્તદાનનું આયોજન કર્યું હતું.

આ બાબતે કેમ્પસ ડાયરેક્ટર નિમેશ પંડ્યા એ જણાવ્યું હતું કે આ શાળાની સ્થાપના જ આવિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવવા માટે થઈ હતી. મેં 50 થી વધુ વાર રક્તદાન કર્યું હોવાનું જણાવ્યું હતું છે. સેવાના હેતુથી ચાલતી આ સંસ્થા દ્વારા સામાજિક ઋણ અદા કરવાના હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. આઝાદી પહેલાની રાજપીપલાની અનુદાનિત શાળા નવદુર્ગા હાઈસ્કૂલના આધ્યસ્થાપક સ્વ.બાબુભાઈ રામચંદ્ર ભટ્ટ અને તેમના ઉત્તરાધિકારી સ્વ. જીતેન્દ્ર ભટ્ટની શૈક્ષણિક અને સેવાકીય કામગીરીને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં વીજ કંપનીની ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

ProudOfGujarat

ભરૂચ : આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ વિધિવત નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!