Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા સુગર ચેરમેન ધનશ્યામભાઈ પટેલનો એપીએમસી ખાતે સન્માન સમારંભ યોજાયો.

Share

નર્મદા ધારીખેડા સુગર ચેરમેન ધનશ્યામભાઈ પટેલનો એપીએમસી ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સુગરમાં 6000 ટન સુધીના ક્રસિંગ કેપેસિટીની સિધ્ધી તથા ખેડુતોનુ જીવન ધોરણ ઉચુ લાવવાની તેમની પ્રતિબધ્ધતા માટે સન્માન કરાયું હતું.

રાજપીપળા એપીએમસી ના સભાખંડમા ધારીખેડા સુગર અને દુઘધારા ડેરીના ચેરમેન તથા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલનો સન્માન સમારંભ એપીએમસી ના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચનથી શરુ કરવામા આવ્યો હતો. જેમા સુગર ફેકટરીની બંધ મીલને ચાલુ કરવાથી લઈ આજે 6000 ટન સુધીના ક્રસિંગ કેપેસિટીની સિધ્ધી, તથા ખેડુતોનુ જીવન ધોરણ ઉચ્ચું લાવવાની પ્રતિબધ્ધતા અંગે ઉપસ્થિત ખેડુત સભાસદોની વચ્ચે સન્માન કરવામા આવ્યુ હતું. જેમાં નર્મદા જીલ્લાને પાટીદાર સમાજે આપેલી ભેટ ગણાવી નાનામા નાના માણસની ચિંતા કરનાર સૌના સુખ દુખના સાથી ગણાવ્યા હતા. એ ઉપરાંત દરેક ખેડુતની આર્થિક સ્થિતિ મજબૂત બને એવી સદભાવના સાથે કામ કરતા ઘનશ્યામ પટેલનું કરી રહ્યા છે. પ્રકાશભાઈ વ્યાસ, અરવિંદભાઈ પટેલ,ભાષ્કરભઈ સોની, સુરેશભાઈ વસાવા,આઈ. સી. પટેલ દ્વારા પ્રવચનમાં તેમની કામગીરીની પ્રસંશા કરવામા આવી હતી. ધનશ્યામભાઈ પટેલે સન્માન બદલ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે પસાર થતા યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું.

ProudOfGujarat

ખેડા તાલુકામાં વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીના તીવ્ર પ્રવાહના કારણે એકાએક તૂટી પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!