નર્મદાના ઇતિહાસમા પહેલીવાર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત અને કૃષિ વિજ્ઞાનકેન્દ્ર પ્રયોજિત નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનું “ભૂમિપુત્ર એવોર્ડ -2022″થી ડેડીયાપાડા ખાતે સન્માનિત કરાયા હતા.જેમાં ભૂમિપુત્રોનું એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક તરીકે નર્મદા સુગર,અને દૂધધારાડેરી, ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ડેડીયાપાડાના માજી વનમંત્રી, માજી ધારાસભ્ય ડેડીયાપાડા મોતીભાઈ વસાવા તથા સમારંભના મુખ્ય મહેમાન પદે ડો. દિવ્યેશ પટેલ, પ્રિન્સિપાલ : કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,ભરૂચ,ડૉ. નિલેશ ભટ્ટ, નાયબ નિયામક, ગુજરાત સ્ટેટ સીડ સર્ટિફિકેશન, અમદાવાદ, સમારંભના અતિથિ વિશેષ પદે ડૉ. પ્રમોદકુમાર ડી. વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, ડેડીયાપાડા જીગ્નેશ દવે:નાયબ પશુપાલન નિયામક, નર્મદા, દીપકસિંહ શિનોરા: નાયબ ખેતી નિયામક, ખેડૂત તાલીમ કેન્દ્ર,રાજપીપલા વિનોદ પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી, નર્મદા,ડૉ. બી. કે. દાવડા,સંશોધન વૈજ્ઞાનિક:મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, સુરત, હિતેશ ભાઈ પટેલ,અનંતા ટ્રેકટર્સ,રમેશભાઈ વસાવા,સેજલ કાન્સ્ટ્રકશન, ખેડૂત આગેવાન,માજી પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદાના શઁકરભાઈ વસાવા, ઉજજીવન બેંકના મેનેજર નીરવ શુક્લ, વગેરે મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમા દીપપ્રાગટ્ય પછી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ,રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ અગાઉ રેવાનાં મોતી એવોર્ડ,વુમેન એચિવમેન્ટ એવોર્ડ આપ્યા બાદ નર્મદાના ઇતિહાસમા પહેલીવાર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, દ્વારા નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનું “ભૂમિપુત્ર એવોર્ડ -2022″થી સન્માનિત કરવાનો આનંદ હોવાનું જણાવ્યું હતું.ખેડૂતનો પુત્રકૃષિ યુનિવર્સીટી માંથી કૃષિ લક્ષી શિક્ષણ મેળવેતો ખેતી મા ખૂબ સારો પાક મેળવી સારી આવક મેળવી શકે.ટ્રસ્ટી અને મંત્રી દીપક જગતાપે
જણાવ્યું હતું જે નર્મદામા રાષ્ટ્ર્રપતિ એવોર્ડ વિજેતા સહીત ખેતીક્ષેત્રે નવીન પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોને ભૂમિપુત્ર એવોર્ડ એનાયત કરી સાચા અર્થમા ખેડૂતોનું બહુમાન થયું હોવાનું જણાવ્યું હતું.જયારે ડૉ. પ્રમોદકુમાર ડી. વર્મા,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, ડેડીયાપાડાએ સંસ્થાનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા.
આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક તરીકે નર્મદા સુગર, અને દૂધધારાડેરી, ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોમાટે એવોર્ડ સમારંભ યોજવા માટે સંસ્થાના પ્રમુખ મંત્રીને અભિનંદન પાઠવતા નર્મદા ઓર્ગેનિક જિલ્લો બનાવવાની હિમાયત કરી આ જિલ્લામા કારેલા, કંટોરલા, ડુંગરીપાના પાતરાની નર્મદાની બ્રાન્ડ બનાવી આદિવાસી ખેડૂતો વેચે તો સારા ભાવ અને આવક મેળવી શકે, તેમણે તુવેરદાળ ની ફેક્ટરી નર્મદામા ખેડૂતો બનાવતા થાય એવું આહવાહન પણ કર્યું હતું.જયારે ડેડીયાપાડાના માજી વનમંત્રી, માજી ધારાસભ્ય ડેડીયાપાડા મોતીભાઈ વસાવાએ જન કલ્યાણ સેવા ટ્રસ્ટને સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીદ્વારા આત્મનિર્ભર બનાવવાની જે વાત કરી છે તે નર્મદાના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતી ક્ષેત્રે નવીન પ્રયોગો કરી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુ ઉત્પાદન કરવા અનુરોધ કરી એવોર્ડ વિજેતા ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નિલેશ ભટ્ટ,નાયબ નિયામક,ગુજરાત સ્ટેટ સીડ સર્ટિફિકેશન, અમદાવાદ, ડો. દિવ્યેશપટેલ, પ્રિન્સિપાલ, કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ તથા ડૉ.બી. કે. દાવડા, સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરત, અને શંકરભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કરી નર્મદા જેવાનાના જિલ્લામા ખેડૂતો કૃષિ વિજ્ઞાનીઓનું માર્ગદર્શન લઈને વૈજ્ઞાનિક ઢબે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને તેમની કૃષિ લક્ષી કામગીરીને બિરદાવી એવોર્ડ વિજેતા ખેડૂતો અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ જુવાર સંશોધન વિશે વિશેષ માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે “ભૂમિપુત્ર એવોર્ડ -2022″વિજેતા ખેડૂતોમા ઉષાબેન વસાવા(જૈવિક ખેતી),રાજેશભાઈ વસાવા (ડેરી ફાર્મિંગ, પશુપાલન ), પટેલ અશોકભાઈ(પામ ખેતી) વનરાજસિંહ રાઠોડ.(એક્સપોર્ટ ક્વોલિટી ઓર્ગેનિક કેળ ઉત્પાદન.)પટેલ અરવિંદભાઈ (કેળ ઉત્પાદન અને માર્કેટિંગ), ડૉ.ગિરીશ આનંદ(ઓર્ગેનિક કેળ, તરબૂચ ઉત્પાદન )નિલેશ ભટ્ટ, કૃષિ અધિકારી(ઓર્ગેનીક ફર્ટીલાઝર માટે વર્મીકમ્પોસ્ટ યુનીટ સ્થાપના),ઘનશ્યામભાઈ પટેલ એક્સપોર્ટ ક્વોલિટી સલ્ફર લેશઓર્ગેનિક ખાંડ,મોલાસીસ, વર્મિકમપોસ્ટ ખાતર, વીજ ઉત્પાદન, પોટાશ, મોલાસીસ, CO2ઉત્પાદક),શશીકાંત વસાવા (જમરૂખ, સીતાફળ, સરગવા ખેતી ),ડો. દમયંતીબા સિંધા( ઓર્ગેનિક લીંબુની ખેતી), શિરીષભાઈ કે. પટેલ (સંકલિત ખેતી સાથે દત્તક ગામ ), રંજનબેન વસાવા (શ્રમઘટાડા કાર્ય ),વસાવા રાયસિંગભાઈ (મશરૂમની ખેતી),કરમસિંગભાઈ વસાવા (શાકભાજીની કુદરતી ખેતી) મનીષાબેન વસાવા,(પરંપરાગત બીજને બચાવવાનો અભિગમ, વસાવા ગેબુભાઈ (એગ્રો ફોરેસ્ટ્રી સિસ્ટમ્સથી ખેતી),સતિષભાઈ ચૌધરી, (અળવીની ખેતી)
તાજુબેન વસાવા,(સજીવ ખેતી,બીજ અને ઉત્પાદનોનું માર્કેટિંગ),ચતુરભાઈ વસાવા (જીવાત નિયંત્રણ અભિગમ દ્વારા કઠોળ પાકોનું ઉત્પાદન),
ગોવિંદભાઈ વસાવા,(કાળા ચોખા અને મકાઈની ખેતી ),ચંપાબેન વસાવા,(ડેરી ફાર્મિંગ),વિઠ્ઠલભાઈ વસાવા( શાકભાજીની કુદરતી ખેતી),ચંપકભાઈ વસાવા,(જાગૃતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ),લીલાબેન વસાવા, ( ખેતીપાકોમાં મૂલ્યવર્ધન), પ્રદીપસિંહ સિંધા,ઓર્ગેનિક શેરડીની ખેતી,શાળેય બાળકો માટે શાકભાજી ખેતી શિક્ષણ)માટે ભૂમિપુત્રોનું એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયુંહતું.તથા અન્ય 6 જેટલાં ખેડૂતોનું પ્રમાણ પત્ર શાલ અને કૃષિ કીટ આપી kvk દ્વારા સન્માન કરાયું હતું.
દીપક જગતાપ, રાજપીપલા