Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ઇન્ડીગો ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષડોડાના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા.

Share

ઘનશેરા ચેકપોસ્ટ સાગબારા ખાતે પ્રોહીબીશન અંગે નાકાબંધીમાં હતાં તે દરમ્યાન પી.એસ આઇ વાય એસ. શીરસાઠ તથા એસ.ઓ. જી શાખાના પી.એસ.આઇ એચ.જી ભરવાડને ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમ્યાન ટાટા ઇન્ડીગો ગાડીનં એમ.એચ. ૩૦ એલ. ૯૫૪૪ વાલી ગાડી લઇને આ કામના આરોપીઓ વિન અધિકૃત રીતે આંતર રાજયમાં હેરાફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતા નાકાબંધી વાહનના ચેંકીંગ દરમ્યાન અફીણના પોષડોડાનુ કુલ વજન ૭૧ કિલો ૭૨૫ ગ્રામના જિ. રૂા.૨,૧૫,૧૭૫/-ના સાથે મુદામાલ સાથે પકડાઇ ગયેલ. આ કેસ રાજપીપલાનાની એડી.સેસન્સ કોર્ટ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને સુ૨વા૨ ઠેરવી દરેકને ૧૦ વર્ષનીસખત કેદ તથા રૂા.૧,૦૦,000/- નો દંડની સજા ફટકારતા પંથકમાં ચકચાર જાગી છે.

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ એકટની કલમ ૮(સી), ૨૦એ,બી, ૨૯ મુજબ આરોપીઓ બાબુલાલ પ્રેમારામજી વિશનો તથા રમેશભાઇ હમારામ વિશનોઇ (મુળ રહે.બગોડા, જિ. જાલોર)ના દરેક ને ૧૦ વર્ષની સજા અને રૂા.૧,૦૦,૦૦૦/- દંડ ફટકારતા પંથકમાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ગુજરાત રાજ્યમાં વધતી બેરોજગારી મુદ્દે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આવેદન.

ProudOfGujarat

સોનગઢ ખાતે રાખેલ શાંતિ બોદ્ધ વિહાર સંઘનુ વિવિધ જગ્યાએ સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!