Proud of Gujarat
FeaturedGujaratINDIA

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

Share

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનએન.પી.ચૌધરીના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા.૨૬ મી જૂન,૨૨ રવિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો), જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસૂલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઇ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મૂકી શકાશે.

Advertisement

નેશનલ લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-નર્મદા અને રાજપીપલા તાલુકા કાનૂની સેવા સમિતિ માટે (ફોન.નં-૦૨૬૪૦-૨૨૦૨૯૪), દેડીયાપાડા તાલુકા કાનૂની સેવા સમિતિ માટે (ફોન.નં૦૨૬૪૯-૨૩૪૦૦૪), સાગબારા તાલુકા કાનૂની સેવા સમિતિ માટે (ફોન.નં૦૨૬૪૯-૨૫૫૨૫૦), તિલકવાડા તાલુકા કાનૂની સેવા સમિતિ માટે (ફોન.નં૦૨૬૬૧-૨૨૨૧૨૩) તેમજ ગરૂડેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ માટે (ફોન.નં-૦૨૬૪૦-૨૩૭૦૪૪) નો સંપર્ક સાધવા સચિવ એ.વાય.વકાની, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા દ્વારા જણાવાયું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વલસાડ ધરમપુર રોડ ઉપરથી પોલીસે રૂપિયા ૩.૧૬ લાખનો દારૂ ઝડપી પાડયો : વલસાડ રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી પોલીસે બુટલેગર સાથે રેસ લગાવી.

ProudOfGujarat

પોરબંદરમાં ગેરકાયદેસર મની લોન્ડરિંગ એક્ટીવિટીઝ સ્પેશ્યલ ડ્રાઇવને લઈ લોકદરબાર યોજાયો

ProudOfGujarat

ભરૂચ : શિનોર પેટા ચૂંટણી દરમિયાન કરજણ પોલીસે બે બુટલેગરોને પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!