નર્મદા જિલ્લામાં ભાજપાના એકધારા મોટા કાર્યક્રમોની ભરમાર સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઉ પક્ષો ફફડી ઉઠ્યા છે. રાજપીપલા ખાતે ભાજપાના પેજ સમિતિ સંમેલનના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જંગી જાહેરસભાં જોઈને ફફડી ઉઠેલા અન્ય પક્ષો સક્રિય બન્યા છે. જે અનુંસંધાનમાં નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ પણ જાગી ગઈ હતી અને સાગબારામાં કોંગ્રેસની એક જાહેર રેલી નીકળી હતી. જેમાં નર્મદા કોંગ્રેસે આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને રેલીનો કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. જોકે આ મુદ્દે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં કોંગ્રેસ ભાજપાએ સામસામા વળતા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું. સાગબારાની રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસીઓને જાતિ દાખલા માટે મુશ્કેલી છે પડી રહી છે આ મુદ્દાને ખાસ રેલીનો મુખ્ય મુદ્દો બનાવાયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બોગસ આદીવાસીઓએ બની રહ્યા છે, તે વિસ્તારના અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ સાચા આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે. લોકો ધક્કા ખાઈને કંટાળી જાય છે પણ જાતિના દાખલા વિશે જવાબ મળતો નથી. જો યુવાનોની પ્રશ્નોના હલ વહેલી તકે નહિ આવેતો આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે ગુજરાતનાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હંમેશા કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે, સ્વ.ઇન્દિરા ગાંધીએ આદિવાસીઓને ખેડે એની જમીન અને રહે એનું ઘર આપવાની શરૂઆત કરી હતી. પહેલેથી જ આદીવાસી સમાજ કોંગ્રેસ સાથે રહ્યો છે, ભાજપ હંમેશા આદિવાસી વિરોધી રહ્યો છે, પાર તાપી નર્મદા રિવર લિંક અને કેવડીયા આદિવાસીઓનાં પ્રશ્નો કે પછી મુંબઈ – દિલ્હી કોરિડોરની વાત હોય તો દરેક જગ્યાએ ભાજપ આદિવાસીઓની જળ, જંગલ અને જમીન હડપી લેવાની કોશિશ કરી છે. સાથે MLA એ એવો પણ દાવો કરતાં કહ્યું કે આદીવાસી વિસ્તારમાં ગત વખત કરતા આ વખતે કોંગ્રેસની વધુ બેઠકો આવશે. આદીવાસી વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ સત્તાની લાલચમાં અને હારી જવાના ડરને લીધે પક્ષ છોડ્યો છે. જેને આદિવાસીઓની પડી છે. આદિવાસીઓનાં હક અધિકાર માટે જેને લડવું છે એવા તમામ કોંગ્રેસના આગેવાનો અમારી સાથે જ છે.ભાજપ કોંગ્રેસના આગેવાનોને લઈ પોતાની પાર્ટી ચલાવે છે એટલે હવે ભાજપ ખતમ થઇ જવાની છે, થોડા સમયમાં ભાજપનું અસ્તિત્વ નામશેષ થઈ જવાનું છે.
આ પ્રસંગે ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ. ભાજપ સરકાર આદિવાસીઓનું હિત નથી જોતી માત્ર આદિવાસીઓનો ઉપયોગ કરી રહી છે. નર્મદા જિલ્લાના સાગબારા ખાતેકૉંગેસ ના વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ આદિજાતિમોર્ચાના અધ્યક્ષ અનંતભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સફાઈ કામદારોને છુટા કરી દેવા પર
ભાજપ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાનું અધિકારીઓ માનતાનથી અને સરકારજ અધિકારીઓ ચલાવી રહ્યા છે. સાંસદ
મનસુખ વસાવાએ રાજીનામુ આપી દેવું જોઈએ. જોકે આ આક્ષેપો સાંભળી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને ધારાસભ્ય અનંત પટેલપર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેમણે કહ્યું સમજણ નથી પડતું એવા તો કોંગ્રેસના નેતા છે. સરકારી અધિકરીઓ મારું માને છે એ એમનું રાજકીય સ્ટેટમેન્ટ છે.અમે જે કહીયે તે થાય છે. અને હું શુ કામ રાજીનામુ આપું? મારે રાજીનામુ આપવાનો પ્રશ્ન જ નથી. રાજીનામુ કોંગ્રેસના લોકોએ આપવું જોઈએ. અનંત પટેલ હવાતિયાં મારવા નિકળી પડ્યા છે. એમના વિસ્તારમા જ એમનું કશું ઉપજતું નથી અને અહીં વાત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાની બે સીટો જાળવી રાખવા કોંગ્રેસ અન્ય વિસ્તારના આદિવાસી નેતાઓને મેદાનમાં ઉતારી મરણીયા પ્રયાસો કરી રહી છે. નાંદોદની કોંગ્રેસની બેઠક જાળવી રાખવા એડીચોટીનુ જોર લગાવી રહી. હવે બીજા વિસ્તારના ધારાસભ્યણે નર્મદા જિલ્લામાં ઉતારી રહી છે. કોંગ્રેસનો આ પ્રયોગ કેટલો સફળ થશે એ તો સમય જ બતાવશે.
નર્મદાના કોંગ્રેસના ધારાસભ્ય સાથે વાંસદાના ધારાસભ્યને ડેડીયાપાડા મોકલવામાં આવ્યા હતા જોકે ડેડીયાપાડામાં અત્યારે BTP, કોંગ્રેસના ધારાસભ્ય છે. BJP તાક મારીને બેઠી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ કાંઇ કસર છોડવા માંગતી નથી એટલે કૉંગેસ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સ્થાનિક સમસ્યાને લઈને ચાલી રહી છે ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે કોનું કેટલું જોર વાગશે એ હવે જોવું રહ્યું.
દીપક જગતાપ,રાજપીપલા