Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ધોરણ 10 નુ નર્મદા જિલ્લાનું પરિણામ 62.41% આવ્યું.

Share

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થયું હતું. જેમા નર્મદા જિલ્લાનું પરિણામ 62.41 ટકા જાહેર થયું હતું.
જેમાં 7231પૈકી A1ગ્રેડમા માત્ર16જ વિદ્યાર્થીઓ આવ્યાછે. જ્યારે 7 સ્કૂલોનુ 100% પરિણામ આવ્યું છે. બે સ્કૂલોનું પરિણામ શૂન્ય (0)%પરિણામ આવ્યું છે. જ્યારે 30% થી ઓછા પરિણામવાળી 9 સ્કૂલો આવી છે. કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ સેલંબા કેન્દ્રનું પરિણામ 77.36 ટકા આવ્યું છે જયારે સૌથી ઓછુ પરિણામ ડેડીયાપાડા કેન્દ્રનું 46.04% પરિણામ જાહેર થયું.

નર્મદા જિલ્લાના કુલ પરિણામની વિગત જોતા નોંધાયેલા 7383 વિદ્યાર્થીઓ પૈકી એવન ગ્રેડમાંમાત્ર 152 વિદ્યાર્થી જ્યારે B1 મા 537, B2 મા 1129, C1 મા 1615, C2 મા 998, D ગ્રેડમા 66 અને E1*મા શૂન્ય, E1 ગ્રેડમાં 1238, E2 માં 1480 અને નાપાસ 4513 થયાં હતા. જિલ્લાનુ કુલ પરિણામ 62.41% આવ્યું છે.

Advertisement

નર્મદા જિલ્લાની તાલુકાવાર પરિણામ જોતા ડેડીયાપાડા કેન્દ્રનું 46.04%,રાજપીપલાનુ 61.32%, તિલકવાડા 54.60%, સાગબારા 67.71%, કેવડિયા 50.66%, નિવાલદા 65.66%, પ્રતાપપરા 65.04%, સેલંબા 77.36%, માંગરોળ 75.74%, ગરુડેશ્વર 73.26%, જુના મોઝદા 50.41%, ઉંમરવા 51.30%, ઉતાવળી 68.91%, વાડવા 62.02%, બોરિયા 72.14%, ટીમ્બાપાડા 74.54% આવ્યું છે

જિલ્લામાં ટોપ 10 માં જય અંબે સ્કૂલ રાજપીપલા સ્કૂલ મેદાન મારી ગઈ હતી. આ સ્કૂલના 9 વિદ્યાર્થીઓ ટોપ 10 માં આવ્યા હતા જેમાં જિલ્લામાં પ્રથમ બે વિદ્યાર્થીનીઓ આવી હતી જેમાં પણ જય અંબે સ્કૂલ રાજપીપલા સ્કૂલ મેદાન મારી ગઈ હતી. જિલ્લામાં પ્રથમ જય અંબે સ્કૂલ રાજપીપલાની બે વિદ્યાર્થીનીઓ આવી હતી જેમાં વિશ્વારસીકભાઈ દૂધાગરા અને, ત્રિયા દારાસીંગભાઈ વસાવા 99.84% પી આર સાથે જિલ્લામાં પ્રથમ આવી હતી. જયારે જિલ્લામાં બીજા ક્રમે પટેલ માહી જયેશ કુમાર 99.83% (જય અંબે સ્કૂલ રાજપીપલા), જયારે ત્રીજા ક્રમે 99.58% સાથે પંચાલ વેદાંત નીરવ ભાઈ (જય અંબે સ્કૂલ રાજપીપલા)’જયારે આજ સ્કૂલમાં ચોથા ક્રમે બે વિદ્યાર્થીઓ અને છઠ્ઠા સાતમા અને આઠમા ક્રમે પણ આજ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા હતા. જય અંબે સ્કૂલના આચાર્ય જાની ભાઈ એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

દીપક જગતાપ રાજપીપળા


Share

Related posts

ઝઘડીયામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત- ઠંડીમાં લોકો ઠુંઠવાયા.

ProudOfGujarat

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો પરથી સૌથી વધુ રૂ.3,04,89,540 જેનરીક દવાનું થયું વેચાણ.

ProudOfGujarat

અંકલેશ્વર બિલ્ડીંગ પર યુવાન ચઢ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!