Proud of Gujarat
FeaturedGujaratINDIA

SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં થયો ફેરફાર.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

હાલમાં ઉનાળાની ઋતુના કારણે કારણે દિનપ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે. જેના કારણે તાત્કાલીક અસરથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકત પણે નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપીંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૦૭/૦૬/૨૦૨૨નાં રોજથી સાંજના ૦૭.૩૦ કલાકનાં બદલે ૦૮.૦૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો)શરૂ કરવામાં આવશે તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી ૭.૧૫ કલાકે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શો પ્રોજેક્શન મેપિંગ શો જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓ મહા આરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.

Advertisement

મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.

દીપક જગતાપ,રાજપીપળા


Share

Related posts

પંચમહાલ પોલીસતંત્ર કોરોનાની જંગ સામે ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : પાનોલી ખાતે ફૂટબોલ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમે ચાલુ વર્ષમાં પાંચમું ટાઇટલ જીત્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના પારસીવાડ વિસ્તાર માં પાર્ક કરેલ કાર ના ચાર ટાયર ની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરાતા ભારે ખળભળાટ મચ્યો છે……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!