વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીલ રાવ અને વિક્રમ ભાઈ તડવી, નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વસાવાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સાંસદ મનસુખભાઇ વસાવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આઠ વર્ષમાં કરેલા કેન્દ્રના કામોને રજૂ કર્યો હતો જણાવ્યું હતું કે સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રમાં મોદી સરકારને 8 વર્ષ પૂરા થયા. ઘરેલુ સ્તરથી લઈને વિદેશ નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે. મોદી સરકારની કેટલીક યોજનાઓ પણ કામ કરી ગઈ. આ એ જ યોજનાઓ છે જેણે લોકોના જીવનસ્તરમાં સુધારો કર્યો અને તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોંચીહોવાનું જણાવ્યું હતું.
જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. એનડીએ સરકારે છેલ્લા 8 વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. જેમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ૩.૫ કરોડ લોકોની સારવાર કરાવાઇ, મોદી સરકારે મફત વેકસીન વિતરણ કર્યું. ગરીબ લોકો વેકસીન ખરીદી ના શકયા હોત તો કોરોનામા મૃત્યુ પામ્યા હોત. એ ઉપરાંત મુદ્રા લોન યોજના અંતર્ગત ૩૪.૪૩ કરોડ યુવાઓને મુદ્દા લોન મળવાને કારણે ધંધો વ્યવસાય આગળ ધપાવી શકયા, તેમજ ૪૫ કરોડ જેટલા જનરલ ખાતા ખુલ્યા. એ ઉપરાંત વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત ૨.૫ કરોડ લોકો તેનો લાભ લઇ શકયાછે.તથા ૩૧.૯૦ લાખની લોન સ્વનિધી યોજના અંતર્ગત મંજૂર કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું. એ ઉપરાંત જાહેરમા શૌચક્રિયા માટે બહાર ના જવું પડે તે માટે ૧૧ કરોડથી વધુ શૌચાલયનુ નિર્માણ કરીને મહિલાઓ શરમિંદગીથી બચ્યા સાથે રોગ મુક્ત પણ થયા. સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી પ્રજાને થયેલ લાભો અંગે પીએમ મોદીની યોજના અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામા કોરોનાકાળમાં શરૂ થયેલી આ યોજનાઓ ગરીબોને ખુબ રાહત આપી છે. દેશમાં કોઈ ભૂખ્યું ન રહે તે સરકારનો આ યોજના પાછળનો હેતુ હતો. આ યોજનાનો લાભ 80 કરોડ લોકો લઈ રહ્યા છે. લાભાર્થીને આ યોજના હેઠળ 5 કિલોથી વધુ અનાજ અપાય છે.
સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી મોદીની આ યોજના વિશ્વસ્તરે ખ્યાતિ પામી. એટલે સુધી કે પાડોશી પાકિસ્તાને પણ તેનું અનુકરણ કર્યું હતું. આ અભિયાન હેઠળ સ્વય્છતાને પ્રોત્સાહ આપવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિના મૂલ્યે શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા