ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજીયાત બનાવી છે. જે શિક્ષક ઉમેદવાર આ પરીક્ષાપાસ કરે તેને જ શિક્ષકની નોકરી મળી શકે. અર્થાત ટાટની પરીક્ષા પાસ કર્યા વગર શિક્ષક નોકરી મેળવી ન શકે પણ આશ્ચર્યની વાત એ છે કે TAT – 2 ની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી લેવાઈ જ નથી! આ આ બાબતે શિક્ષકોએ આજે નિવાસી કલેકટર વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદન જણાવ્યા અનુસાર રાજય પરિક્ષા બોર્ડ દ્વારા-2011 થી શિક્ષક અભિરૂચિ કસોટી (TET-1 અને TET-2) નું આયોજન થાય છે. ત્યારબાદ ભરતી કરવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2015 માં TET-1 અને 2017 માં TET-2 તમામ માધ્યમની પરીક્ષા યોજવામાં આવી હતી, અને 2018-2019 માં ભરતી ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં હતી અને પૂર્ણ કરેલ છે. તો હાલ 2018 થી 2022 સુધી તમામ ઉમેદવારો જેવા કે PTC અને B.ed પૂર્ણ કરેલ છે. તમામ ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષા આપ્યા વગર વંચિત રહી ગયા છે. તો વહેલામાં વહેલી તકે પરીક્ષાનું આયોજન થાય ત્યારબાદ 2022 માં પરીક્ષા લઇ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગ કરી હતી. એ ઉપરાંત (1) 2017 માં લીધેલ શિક્ષક અભિરૂચિ કસોટી પાસ કરેલ TET-2 ઉમેદવારો જેવા કે 47000 ને સરકાર ધ્યાનમાં લેતી હોય તો તેની સાથે પરીક્ષાથી વંચિત રહેલ ત્રણ લાખથી વધુ (3.5 લાખ) ઉમેદવારોને પરીક્ષા લઇને ન્યાય આપવા બાબતે (2) છેલ્લા પાંચ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો જેવા કે PTC અને B.ed (બી.એડ)પૂર્ણ કરેલ છે. પરીક્ષા ન લેવાને કારણે નોકરી મેળવી શકતા નથી. 3) વિદ્યાસહાયક ભરતી આશ્રમશાળા, KGBV, આદર્શનિવાસી શાળા અને ઘણી નામી ખાનગી શાળાઓ પણ લાયકાત માટે TET-2 પરીક્ષા પાસ કરેલ માંગે છે. (4) પરીક્ષાનું વહેલી તકે આયોજન કરવા તમામ બેરોજગાર ઉમેદવારો ગુજરાત સરકારને અપીલ કરી છે.
દીપક જગતાપ,રાજપીપલા